ગુજરાત

gujarat

ETV Bharat / bharat

પ્રશાંત કિશોરનો આક્ષેપ : લોકડાઉન સમગ્ર રીતે અસ્ત-વ્યસ્ત

કોરોના વાઇરસના વધતા પ્રસારને રોકવા માટે સંપૂર્ણ ભારતમાં લૉકડાઉન લાગુ છે. જો કે, ચૂંટણીની રણનીતિકાર પ્રશાંત કિશોરે આ લૉકડાઉનને પુરી રીતે અવ્યવસ્થિત કરાર કર્યો છે અને તેમનું કહેવું છે કે, આ મહામારીથી લડવા માટે માત્ર લૉકડાઉન પર જ નિર્ભર ન રહેવું જોઇએ. ભારત તેનાથી પણ વધુ સારી બાબતનો હકદાર છે. જાણો સમાચાર...

By

Published : Mar 28, 2020, 11:19 PM IST

Etv Bharat, GUjarati News, Prashant Kishor, Corona News
પ્રશાંત કિશોરનો આક્ષેપ

નવી દિલ્હી : ચૂંટણીના રણનીતિકાર પ્રશાંત કિશોરે કોરોના વાઇરસની મહામારી પ્રતિ સરકારની કાર્યવાહીને શનિવારે આલોચના કરી છે. તેમણે આરોપ લગાવ્યો છે કે, લૉકડાઉન અસ્ત-વ્યસ્ત રહ્યું છે અને જરુરિયાતમંદ લોકો માટે તેનો ઉપચાર તેમજ દેખરેખની સુવિધાઓ મળી રહી નથી.

જનતા દળ યુનાઇટેડ (જદયૂ)ના પૂર્વ નેતા પ્રશાંત કિશોરે ટ્વીટ કર્યું કે, આપણી આશાઓ અનુસાર કડવી વાસ્તવિક્તા એ છે તે, કોવિડ-19 પ્રતિ ભારતની જરુરી કાર્યવાહી બસ એક અસ્ત-વ્યસ્ત લૉકડાઉન પર નિર્ભર રહેવું નથી. જો કે, પ્રતિ 10 લાખ લોકોમાં દસમાંથી પણ ઓછા કોવિડ પરિક્ષણ થઇ રહ્યા છે. જે લોકોને જરૂરિયાત છે, તેમના માટે કોવિડ ઉપચાર અને દેખભાળ સુવિધાઓ નહીં બરાબર છે.

તેમણે પોતાના ટ્વીટમાં લૉકડાઉનને લીધે પ્રવાસીઓને થઇ રહેલી મુશ્કેલીઓને સામે રાખી રહ્યા છે અને તેમની દુર્દશા હોવા છતાં અધિકારીઓના તેમના પ્રત્યેના વર્તનની આલોચના કરી હતી.

મહત્વનું છે કે, નાગરિક્તા સંશોધન કાયદો, રાષ્ટ્રીય નાગરિક રજીસ્ટ્રર અને રાષ્ટ્રીય જનસંખ્યા રજિસ્ટરને લઇને ભાજપ અને જદયુ અધ્યક્ષ નીતીશ કુમારની નિરંતર આલોચના કરવાને લીધે કિશોરને જદયૂમાંથી હાંકી કઢાયા હતા.

વડાપ્રધાન મોદી દ્વારા મંગળવારે 21 દિવસના લૉકડાઉનની જાહેરાત કરવામાં આવી હતી, જે બાદ કિશોરે તેને વધુ લાંબો કરાર કરતા સરકારની આલોચના કરી હતી.

ABOUT THE AUTHOR

...view details