નવી દિલ્હીઃ લૉકડાઉન પાર્ટ 2ને લઇને ગૃહ મંત્રાલયે ગાઇડલાઇનની જાહેરાત કરી હતી. આ ગાઇડલાઇન અનુસાર ના તો પ્લેન ચાલશે અને ના તો મેટ્રો અથવા બસ ચાલશે. પહેલેથી જ રજા મળી છે તે યથાવત રહેશે. આ ઉપરાંત કૃષિ સાથે જોડાયેલા કામોમાં પણ છૂટછાટ આપવામાં આવી છે.
લૉકડાઉન 2.0 દરમિયાન આ ગતિવિધિઓ પર છૂટછાટ યથાવત રહેશે
-હેલ્થ સેવાઓ ચાલુ રહેશે
ખેતી સાતે જોડાયેલી તમામ ગતિવિધિઓ ચાલુ રહેશે, ખેડૂતો અને -કૃષિ મજૂરોને હાર્વેસ્ટિંગ સાથે જોડાયેલા કામ કરવામાંથી રજા મળશે
-કૃષિ ઉપકરણોની દુકાનો, તેમના સમારકામ અને સ્પેર પાર્ટ્સની દુકાનો ખુલ્લી રહેશે
-ખાતર, બીજ, કીટનાશકના નિર્માણ અને વિતરણની ગતિવિધિઓ ચાલુ રહેશે, તેની દુકાનો ખુલ્લી રહેશે
-માછલી પાલન સાથે જોડાયેલી ગતિવિધિઓ, ટ્રાન્સપોર્ટ ચાલુ રહેશે
-દૂધ અને દૂધ પ્રોડક્ટના પ્લાન્ટ અને તેની સપ્લાઇ શરુ રહેશે
-સ્પેશિયલ ઇકોનોમિક ઝોનમાં મેન્યુફેક્ચરિંગ અને અન્ય ઔદ્યોગિક સંસ્થાનો, નિકાસ સાથે જોડાયેલી શરતો સાથેની છૂટ છાટ રહેશે
-રસ્તાઓના સમારકામ અને નિર્માણને છૂટ, જ્યાં ભીડ ન હોય
-બેન્ક શાખાઓ, ATM, પોસ્ટલ સર્વિસિસ ચાલુ રહેશે