ગુજરાત

gujarat

By

Published : Apr 15, 2020, 8:49 PM IST

ETV Bharat / bharat

લોકડાઉનમાં અરુણાચલ પ્રદેશના આ વિસ્તારમાં ભુખમરાની સ્થિતિ

અરુણાચલ પ્રદેશનાં દામિન અને પાનિયાસંગ વિસ્તારમાં લોકડાઉન દરમિયાન લોકોને ખાવાના ફાંફા પડી રહ્યાં છે. ત્યાં તેમને રાશન પણ મળતું નથી. રાશનના અભાવને કારણે તે નીશી આદિવાસી જાતિના લોકો પોતાના પુર્વજોનો ખોરાક તસ્સે તરફ વળ્યાં છે. તસ્સે એક વનસ્પતિ છે, જેનો ઉપયોગ પહેલા આ આદિવાસી લોકો ખાદ્યપદાર્થમાં કરતાં હતાં.

Etv Bharat, Arunachal pradesh
Arunachal pradesh news

હૈદરાબાદઃ કોરોના વાઈસને લઈ દેશમાં લોકાડઉનની સ્થિતિ છે. રોજનું કમાઈને રાજનું ખાવાવાળા, મજૂરો અને ગરીબો માટે લોકડાઉન આભ બની ફાટી પડ્યું છે. ચીન અને બર્માની સીમા નજીક આવેલા રાજ્ય અરુણાચલ પ્રદેશમાં આદિવાસીની અનેક જનજાતીઓ વસે છે. જેમાંની એક નિશી આદિવાસી જાતિ માટે લોક઼ડાઉન ભુખમરો સમાન બન્યું છે. જેથી તેઓ પોતાના પુર્વજોના ખોરાક તરફ વળ્યાં છે.

અરુણાચલ પ્રદેશમાં કુરુંગ કુમાય જિલ્લાના દામિન અને પાનિયાસંગ પ્રશાસનિક વિસ્તારમાં આદિવાસી માટે ભુખમરોની સ્થિતિ આવી ગઈ છે. જેથી તેઓ પોતાના પુર્વજોનો ખોરાક તસ્સે તરફ વળ્યાં છે. એક સ્થાનનિકે કહ્યું કે કોરોનાના પ્રકોપને કારણે અમને રાશન પ્રાપ્ત થઈ રહ્યું નથી. જેથી હવે અમે પુર્વજો દ્વારા જે રીતે ભોજન બનાવવામાં આવતું હતું એ રીતને અપનાવી રહ્યાં છે.

તેમજ સ્થાનિકોનું કહેવું છે કે અમે સરકારને અપીલ કરીએ છીએ કે દામિન અને પાનિયાસંગ વિસ્તારોમાં લોકોને ખાદ્ય પદાર્થની જરૂરી સામગ્રી પહોંચાડવામાં આવે. 'તસ્સે' નું વૈજ્ઞાનિક નામ (વૈલિચિયા ડિસ્ટિચા) છે. થોડા સમય પુર્વે પુર્વ ભારત-ચીન સીમા ક્ષેત્રોના અમુક સમુદાયના લોકો તેનો ઉપયોગ ભાજનમાં કરતાં હતાં. વૈલિચિયા ડિસ્ટિચા એ એક પ્રકારની વનસ્પતિ છે. જનો ઉપયોગ નીશી જનજાતીના પુર્વજો ભોજનમાં કરતાં હતાં.

ABOUT THE AUTHOR

...view details