નવી દિલ્હી: કોંગ્રેસ પાર્ટી પર આકરા પ્રહાર કરતા નાણાં પ્રધાન નિર્મલા સીતારામણે કહ્યું કે, ઈરાદાપૂર્વક લોન નહીં ચૂકવવા માટે યુપીએ સરકાર જવાબદાર છે. સરકારની 'ફોન બેન્કિંગ' સેવા ફાયદાકારક છે. મોદી સરકાર લોનધારકો પાસેથી બાકી રકમની વસૂલી કરશે.
પચાસ ટોચના ડિફોલ્ટરો (વિલફુલ ડિફોલ્ટરો)ની લોન લખી કાઢવાના વિરોધના આક્ષેપોનો જવાબ આપતા સીતારામને આ કહ્યું હતું. આ ડિફોલ્ટરોની 68,607 કરોડની લોન તકનીકી રૂપે માફ કરવામાં આવી છે.
નાણાં પ્રધાને મંગળવારે મોડી રાત્રે એક પછી એક ટ્વીટ કરીને વિપક્ષના આક્ષેપોનો જવાબ આપ્યા હતા.
નિર્મલા સીતારામને કહ્યું કે, કોંગ્રેસ લોકોને ગેરમાર્ગે દોરી રહી છે. કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ આત્મનિરીક્ષણ કરવું જોઈએ. શા માટે તેમનો પક્ષ સિસ્ટમ સાફ કરવામાં નિર્ણાયક ભૂમિકા નિભાવવામાં નિષ્ફળ રહ્યો હતો. રાહુલ ગાંધી અને કોંગ્રેસના પ્રવક્તા રણદીપ સુરજેવાલા લોકોને ગેરમાર્ગે દોરવાની કોશિશ કરી રહ્યા છે. કોઈ સંદર્ભ વગર સનસનાટીભર્યા તથ્યો રજૂ કરી રહ્યા છે.
આરટીઆઈ નોંધાવ્યા પછી મુંબઈના નિવાસી સાકેત ગોખલેને ટોચના 50 વિલફુલ ડિફોલ્ટરોની વિગતો મળતાં તેમણે લોકસભામાંથી માહિતી છુપાવવાના આરોપને પણ ફગાવી દીધો હતો.
નિર્મલા સીતારામણે કહ્યું કે, મોટા પ્રમાણમાં ક્રેડિટ્સ પરના કેન્દ્રીય માહિતી ભંડાર હેઠળ જાહેર ક્ષેત્રની બેંકો દ્વારા વિલફુલ ડિફોલ્ટરો તરીકે રજૂ કરવામાં આવ્યા હતા. જેનું રૂ .5 કરોડ અને તેનાથી વધુનું એક્સપોઝર 18 નવેમ્બર, 2019ના રોજ લોકસભામાં આપવામાં આવ્યું હતું.