ગુજરાત

gujarat

ETV Bharat / bharat

મહારાષ્ટ્રના ખેડૂતો માટે ખુશીના સમાચાર, ઉદ્ઘવ સરકાર કરશે 2 લાખ સુધીની લોન માફ - ખેડૂતો

મુંબઈઃ મહારાષ્ટ્ર મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરેએ વિધાનસભામાં ખેડૂતોની 2 લાખ રૂપિયા સુધીની લોન માફ કરવાની જાહેરાત કરી છે. આ લોન માફીની પ્રક્રિયા માર્ચથી અમલમાં મુકાશે.

Loans of farmers up to Rs 2 lakhs to be waived off : Uddhav Thackeray
Loans of farmers up to Rs 2 lakhs to be waived off : Uddhav Thackeray

By

Published : Dec 21, 2019, 8:11 PM IST

વિધાનસભામાં મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરેએ ખેડૂતોની 2 લાખ રૂપિયા સુધીની લોન માફ કરવાની જાહેરાત કરી છે. આ પૈસા સીધા ખેડૂતોના બેંક ખાતામાં જમા કરાવવામાં આવશે. આ માટેની પ્રક્રિયા માર્ચથી શરૂ કરાશે.

મહારાષ્ટ્ર વિધાનસભામાં મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરે દ્વારા ખેડૂતોની લોન માફ કરવાની જાહેરાત કર્યા બાદ, વિપક્ષે ખેડૂતોની સંપૂર્ણ લોન માફ કરવાની માંગણી કરી છે. આ માંગણી સાથે ભાજપે વોકઆઉટ કર્યું હતું. બીજીતરફ એ પણ કડવી વાસ્તવિકતા છે કે ભાજપની સરકાર ધરાવતા અનેક રાજ્યોમાં ખેડૂતોને લોનમાફીની કોઈ જાહેરાત કરાઈ નથી. વળી, ગુજરાતની જ વાત કરીએ તો નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે એક સમયે આ અંગે વિવાદાસ્પદ નિવેદન પણ આપ્યું હતુ. તેમણે કહ્યું હતુ કે, ખેડૂતોને લોનમાફીની કોઈ જરૂર નથી. આ મુદ્દે રાજકીય ઘમાસાણ થયું હતુ.

ABOUT THE AUTHOR

...view details