પટનાઃ સુશાંતસિંહ રાજપૂત કેસમાં સુપ્રીમ કોર્ટના નિર્ણય પર લોજપાના રાષ્ટ્રીય અધ્યક્ષ અને સાંસદ ચિરાગ પાસવાને ખુશી વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે, સુપ્રીમ કોર્ટના નિર્ણયનું સ્વાગત કરૂં છું. તપાસ સીબીઆઇને સોંપવાની માગ કરવામાં આવી હતી. હવે જ્યારે સીબીઆઇ તપાસ માટે સુપ્રીમ કોર્ટે નિર્ણય આપ્યો છે, તો આ જીત સુશાંતસિંહ રાજપૂતના કરોડો પ્રશંસકોની સાથે તેના પિતા તેમજ પરિવારની છે.
તેમણે કહ્યું કે, મને વિશ્વાસ છે કે, હવે જલ્દી સીબીઆઇ બધા પાસાઓ પર કામ કરશે. હવે આ મામલે સત્ય સામે આવશે. એ લોકોના નામ પણ હવે સામે આવશે, જેમણે આ કેસને ભટકાવવાના પ્રયાસો કર્યા છે. આ સાથે જ તેમણે કહ્યું કે, આ કેસની દિશાને ભટકાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. સુશાંતના પરિવારને આજે ઘણી રાહત મળી હશે.