ગુજરાત

gujarat

ETV Bharat / bharat

કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં લેવામાં આવ્યા અનેક મહત્વપૂર્ણ નિર્ણયો... - બીજા કાર્યકાળની પ્રથમ વર્ષગાંઠ બાદ મોદીની પહેલી

મોદી સરકારના બીજા કાર્યકાળની પ્રથમ વર્ષગાંઠ બાદ વડાપ્રધાન મોદીની પહેલી મંત્રીમંડળની બેઠક આજે સોમવારે યોજાઇ હતી. પ્રકાશ જાવડેકર મંત્રીમંડળની બેઠક અંગે માહિતી આપી હતી.

Union ministers
Union ministers

By

Published : Jun 1, 2020, 5:45 PM IST

નવી દિલ્હી: કેન્દ્રીય પ્રધાન પ્રકાશ જાવડેકરે મીટિંગમાં થયેલી ચર્ચા અંગે મીડિયાને માહિતી આપતા કહ્યું કે, બેઠકમાં ખેડૂતોના ફાયદા અંગે ચર્ચા થઈ. કોરોના લોકડાઉન પછી સરકાર ગરીબો પ્રત્યે સંવેદનશીલ રહી છે.

  • 80 કરોડ લોકોને રાશન આપવામાં આવ્યું હતું. તેમજ ગલીના વિક્રેતાઓને 10,000 સહાય આપવામાં આવશે.
  • ગરીબોને 1 લાખ 70 હજાર કરોડની સહાય આપવામાં આવી છે. 50 લાખ ગલી વિક્રેતાઓને લાભ મળશે.
  • શહેરી અને મકાન મંત્રાલયે વિશેષ માઇક્રો ક્રેડિટ યોજના શરૂ કરી છે.
  • ગલી (શેરી)ના વિક્રેતાઓને મદદ કરવાની આ યોજના છે. આ યોજનાનો લાભ 50 લાખ લોકોને મળશે.
  • MSMEને લોન આપવા માટે 3 લાખ કરોડની યોજના.

મોદી સરકારના બીજા કાર્યકાળની પહેલી વર્ષગાંઠ બાદ વડાપ્રધાન મોદીએ તેમની પ્રથમ બેઠક કરી હતી. કેન્દ્રીય કેબિનેટની આ બેઠક વડાપ્રધાન મોદીના અધ્યક્ષ સ્થાને હતી.

આ બેઠકમાં ગૃહપ્રધાન અમિત શાહ, સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ અને નાણાંપ્રધાન નિર્મલા સીતારમણ પણ હાજર રહ્યા હતા.

ABOUT THE AUTHOR

...view details