ગુજરાત

gujarat

ETV Bharat / bharat

CAA વિરુદ્ધ કોંગ્રેસનું રાજધાટ પર સત્યાગ્રહ, રાહુલ -પ્રિયંકા હાજર - પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી

નવી દિલ્હી : નાગરિકતા સંશોધન બિલ વિરુદ્ધ કોંગ્રેસ રાજઘાટ પર ધરણ પર છે. આ સત્યાગ્રહમાં પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહ, રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી વાર્ડ્રા અને કોંગ્રેસના કેટલાક નેતાઓ સામેલ છે.

નવી દિલ્હી
ETV BHARAT

By

Published : Dec 23, 2019, 6:39 PM IST

Updated : Dec 23, 2019, 8:23 PM IST

નાગરિક સંશોધન બિલ વિરુદ્ધ રાજઘાટ પર કોંગ્રેસે સત્યાગ્રહ શરુ કર્યો છે. જેમાં પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ અને પાર્ટીના મહાસચિવ પ્રિયંકા ગાંધી પણ હાજર છે. આ સિવાય પાર્ટીના અન્ય નેતાઓ હાજર છે.

સોનિયા ગાંધીએ રાજઘાટ ખાતે બંધારણની પ્રસ્તાવના વાંચી. ત્યારબાદ પૂર્વ વડા પ્રધાન મનમોહન સિંહ અને કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી કોંગ્રેસના નેતા અને બૉક્સર વિજેન્દ્ર સિંહ , પૂર્વ સ્પીકર મારા કુમારે પણ બંધારણની પ્રસ્તાવના વાંચી હતી.

કોંગ્રેસના સંગઠન મહાસચિવ કે સી વેણુગોપાલે પણ સત્યાગ્રહ કાર્યક્રમને લઈ જાણકારી આપી હતી. તેમણે દાવો કર્યો કે, કેન્દ્ર જનતાનો આવાજ દબાવવા માટે સરકાર દ્વારા તાનાશાહીનું તાંડવ થઈ રહ્યું છે.

Last Updated : Dec 23, 2019, 8:23 PM IST

ABOUT THE AUTHOR

...view details