નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ભારતીય ઉદ્યોગ સંઘના (CII) વાર્ષિક કાર્યક્રમને સંબોધન કર્યું હતું. કોરોનાના સંકટ વચ્ચે દેશ અનેક આર્થિક પડકારોનો સામનો કરી રહ્યો છે. અર્થવ્યવસ્થાને પાટા પર લાવવાં કેન્દ્ર સરકારે આત્મનિર્ભર ભારત અભિયાન પણ શરૂ કર્યું છે. એવામાં આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતીય ઉદ્યોગ સંઘના ( Confederation of Indian Industry) કાર્યક્રમને સંબોધન કર્યુ હતું.
દેશને આત્મનિર્ભર બનાવવાનો સંકલ્પ કરો, તેને પૂર્ણ કરવા તમારી તાકાત કામે લગાડો: પીએમ મોદી
કોરોના લોકડાઉનને કારણે ભારતીય અર્થવ્યવસ્થા ઘણી નબળી પડી ગઈ છે. આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ભારતીય ઉદ્યોગ સંઘના (CII) વાર્ષિક કાર્યક્રમને સંબોધન કર્યું હતું.
Narendra modi
આ સંબોધનમાં પીએમ મોદીએ ઉદ્યોગકારોને ભરોસો આપ્યો છે કે, સરકાર તેમની સાથે છે, ઉદ્યોગકારો આગળ વધતાં જાય અને દેશને આત્મનિર્ભર બનાવવાનો સંકલ્પ કરી તેને પૂર્ણ કરવા પોતાની તમામ તાકાતને કામે લગાડે.
પીએમ મોદીએ આત્મનિર્ભર ભારત પર ભાર મુકતાં કહ્યું કે, દેશમાં હવે લોકડાઉન ખુલી રહ્યું છે અને અનલોક-1 શરૂ થઈ ગયું છે. અનેક ઉદ્યોગો ખુલી ગયા છે. હવે દેશની અર્થવ્યવસ્થાને ફરીથી જીવંત કરવાનું કામ શરૂ કરવાનું છે.