નવી દિલ્હી: રાજધાની દિલ્હીના રધુબીર નગરમાં સરાજાહેર થયેલી હત્યાના CCTV ફુટેજ સામે આવ્યાં છે. જેમાં એક બાળકે ઘાતક રીતે બીજા બાળક પર હુમલો કરે છે. એટલામાં જ ઘટના પૂરી નથી થતી ઇજા પહોંચાડ્યા બાદ પણ ફરીવાર હુમલો કર્યો હતો.
રાજધાની દિલ્હીમાં નહીં જેવી વાતને લઇ હત્યા, ઘટના CCTVમાં કેદ
વેસ્ટ દિલ્હીના ખ્યાલા વિસ્તારમાં હત્યાની એક ઘટના સામે આવી છે. જેમાં હત્યાના CCTV ફુટેજ સામે આવ્યા છે. જેમાં ત્રણ બાળકોએ એક તમાચાનો બદલો લેવા માટે ઘટનાને અંજામ આપ્યો હતો.
રાજધાનીમાં નહી જેવી વાતને લઇને હત્યા, CCTV ફુટેજ આવ્યા સામે
આ ઘટનાને લઇને પોલીસે ત્રણ આરોપીની ધરપકડ કરી છે. આ સમગ્ર ઘટનાને લઇને પરીજનોની પુછપરછ કરતા હકીકત સામે આવી હતી. જેમાં એક તમાચાને લઇને ઘટનાને અંજામ આપ્યો હતો. આ સમગ્ર ઘટનાને લઇ પોલીસે આરપી વિરૂદ્ધ ગુનો નોંધી ધોરણસરની આગળની કાર્યવાહી હાથ ધરી છે.