ગુજરાત

gujarat

ETV Bharat / bharat

LIVE: મહારાષ્ટ્રમાં સરકાર બનાવવાને લઈ હજુ પણ સંકટના વાદળ, આવતી કાલે શિવસેનાની બેઠક

maharashtra political tragedy

By

Published : Nov 6, 2019, 1:12 PM IST

Updated : Nov 6, 2019, 6:10 PM IST

18:08 November 06

આવતી કાલે ઉદ્ધવ ઠાકરે બોલાવી બેઠક

શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ આવતી કાલે એટલે કે, ગુરુવારના રોજ 11 વાગ્યે પાર્ટીના ધારાસભ્યોની બેઠક બોલાવી છે.

મહારાષ્ટ્રમાં બુધવારના રોજ ભાજપની બેઠક મળી હતી. આ બેઠકમાં દેવેન્દ્ર ફડણવીસ, રામદાસ કદમ સહિતના મોટા નેતાઓ હાજર રહ્યા હતા. બંને પાર્ટીઓના નેતા વચ્ચે ખેડૂતોના મુદ્દાને લઈ ચર્ચા થઈ હતી. ભાજપના નેતા સુધીર મુનગંટીવારે જણાવ્યું હતું કે, આજ સરકાર ગઠનને લઈ ચર્ચા થઈ નથી, જો કે, ટૂંક સમયમાં સારા સમાચાર આવશે. 

14:44 November 06

આદિત્ય પાસે સીએમ પદનો કોઈ અનુભવ નથી- રામદાસ આઠવલે

રામદાસ આઠવલે

કેન્દ્રીય પ્રધાન અને રિપબ્લિકન પાર્ટી ઓફ ઈન્ડિયાના અધ્યક્ષ રામદાસ આઠવલે કહ્યું હતું કે, શિવસેનાને મળેલા મેન્ડેટનું સન્માન કરીએ છીએ. આદિત્ય ઠાકરેને સીએમ બનાવવાની માગ પર આઠવલે કહ્યું હતું કે, આદિત્ય પાસે સીએમ પદનો અનુભવ નથી. તેઓ નવા નવા ચૂંટાઈને આવ્યા છે. પહેલા તેમને ડેપ્યુટી સીએમ બની અનુભવ લેવો જોઈએ. ત્યારે બાદ શિવસેના સીએમની ખુરશીની માગ કરવી જોઈએ.

14:12 November 06

સરકાર બનાવવામાં અમારો કોઈ રોલ નહીં-શરદ પવાર

શરદ પવારની પત્રકાર પરિષદ

શરદ પવારે આજે એક પત્રકાર પરિષદને સંબોધન કરતા જણાવ્યું હતું કે, સરકાર બનાવવામાં અમારો કોઈ રોલ નહીં હોય. સાથે જ વધુમાં કહ્યું હતું કે, શિવસેના અને ભાજપ 30 વર્ષથી ગઠબંધનમાં છે. આજે નહીં કાલે બંને એક સાથે આવી જશે.

13:08 November 06

શરદ પવારે પત્રકાર પરિષદને સંબોધી

એનસીપી નેતા શરદ પવારે સરકાર બનાવવાને લઈ ચાલી રહેલી રસાકરસી વચ્ચે આજે પોતાની સ્થિતી સ્પષ્ટ કરી દીધી છે. શરદ પવારે કહ્યું હતું કે, જે રાજકીય હાલત અત્યારે થઈ છે, તેના વિશે કંઈ પણ કહેવાનું નથી. અમને વિપક્ષમાં બેસવાનો અવસર મળ્યો છે. જેને જનાધાર મળ્યો છે તેમને હાલત સુધારી સરકાર બનાવવી જોઈએ. જેથી અમને જે રોલ મળ્યો છે, તે અમે નિભાવી શકીએ.

13:08 November 06

ઉદ્ધવ ઠાકરેને મળ્યા સંજય રાઉત

એનસીપીના પ્રમુખ શરદ પવાર સાથે મુલાકાત કર્યા બાદ સંજય રાઉતે શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે સાથે મુલાકાત કરવા માતોશ્રી પહોંચ્યા હતા. આ અગાઉ પવારને મળ્યા પહેલા રાઉતે જણાવ્યું હતું કે, પવાર એક સિનિયર નેતા છે, તેઓ રાજકીય પરિસ્થિતીને લઈ ચિંતિત છે. અમારા બંને વચ્ચે ચર્ચા થઈ છે. હવે સંજય રાઉત ઉદ્ધવ ઠાકરે ને મળવા પહોંચ્યા છે.

13:08 November 06

કોંગ્રેસ નેતા અહેમદ પટેલે નિતિન ગડકરી સાથે મુલાકાત કરી

અહેમદ પટેલ મળ્યા નિતિન ગડકરીને

ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના વરિષ્ઠ નેતા અહેમદ પટેલે કેન્દ્રીય સડક પરિવહન અને રાજમાર્ગ પ્રધાન નિતિન ગડકરી સાથે મુલાકાત કરી છે. આ મુલાકાતને લઈ અનેક અટકળો થઈ રહી છે. મહારાષ્ટ્રમાં સરકાર બનાવવાને લઈ રાજકીય પાર્ટીઓ વચ્ચે ખેંચતાણ ચાલી રહી છે. આ મુલાકાતને મહારાષ્ટ્રના રાજકારણ સાથે જોડીને પણ જોવામાં આવી રહી છે.

અહેમદ પટેલે નિતિન ગડકરીના દિલ્હી સ્થિત નિવાસસ્થાને મુલાકાત કરી હતી. જો કે, મુલાકાત બાદ પટેલે જણાવ્યું હતું કે, મહારાષ્ટ્રની વર્તમાન રાજકીય પરિસ્થિતી પર કોઈ ચર્ચા થઈ નથી.

13:08 November 06

મુખ્યપ્રધાનના પદ પર અડગ શિવસેના

ભાજપના પ્રસ્તાવવાળા નિવેદન પર શિવસેનાએ કહ્યું હતું કે, મુખ્યપ્રધાન પદ પર જે સહમતી બની છે,તેના પર જ અમે ચૂંટણી લડ્યા છીએ. અને તેને લઈને જ ગઠબંધન થયું છે. જો કે, રાઉતે જણાવ્યું હતું કે, ન તો કોઈ પ્રસ્તાવ આવશે, કે ન જશે. જે પ્રસ્તાવ પર વાત થઈ છે તેના પર જ વાત થશે.

13:07 November 06

શરદ પવારને મળ્યા સંજય રાઉત

મહારાષ્ટ્રમાં સરકાર ગઠનનું ચિત્ર હજુ સ્પષ્ટ થયું નથી. ભાજપ અને શિવસેના તરફથી સતત નિવેદનબાજી થઈ રહી છે. પણ હજુ સુધી બંને પાર્ટીઓમાંથી એકેય પાર્ટી કોઈ નિવાકરણ પર આવી શકી નથી. અહીં સુધી કે, જ્યારે ચૂંટણી હતી ત્યારે પણ મુખ્યપ્રધાનના પદને લઈ ખેંચતાણ ચાલી રહી હતી. જે આજે પણ છે. આ તમામની વચ્ચે શિવસેના અને એનસીપીની બેઠકો પણ ચાલી રહી છે. આજે ફરી એક શિવસેના નેતા સંજય રાઉતે શરદ પવાર સાથે મુલાકાત યોજી છે.

13:00 November 06

મહારાષ્ટ્ર સત્તા સંઘર્ષ: મહારાષ્ટ્રમાં ચાલી રહેલા સત્તા સંઘર્ષની દરેક અપડેટ માટે અહીં ક્લિક કરો

મુબંઇ: મહારાષ્ટ્રમાં સરકાર બનાવવાને લઇ ભાજપ તથા શિવસેના વચ્ચે ઘર્ષણ વધી રહ્યો છે. શિવસેના સાંસદ સંજય રાઉતે કહ્યું કે, વિધાનસભા ચૂંટણી અગાઉ નક્કી કરવામાં આવ્યું હતું તે જ થવું જોઇએ. તેમણે કહ્યું કે,ચૂંટણી અગાઉ જે વાત નક્કી કરવામાં આવી હતી તે વાત પર જ ચર્ચા કરવામાં આવશે. શિવસેના નેતા સંજય રાઉતે દાવો કર્યો કે મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી આગાઉ ભાજપ તથા શિવસેનાની વચ્ચે મુખ્યપ્રધાન પદને લઇ સહમતિ થઇ હતી.

Last Updated : Nov 6, 2019, 6:10 PM IST

ABOUT THE AUTHOR

...view details