ગુજરાત

gujarat

By

Published : Oct 9, 2020, 10:42 AM IST

ETV Bharat / bharat

વડાપ્રધાન મોદી સહિત અનેક નેતાઓએ કર્યા રામ વિલાસ પાસવાનના પાર્થિવ દેહના અંતિમ દર્શન

રામ વિલાસ પાસવાનના પાર્થિવ દેહને જનપથ ખાતે તેમના નિવાસસ્થાને લાવવામાં આવ્યો છે. જયાં વડાપ્રધાન સહિત અનેક દિગ્ગજ નેતાઓ તેમના પાર્થિવ દેહના દર્શન કરવા પહોંચ્યા છે.

xz
xz

નવી દિલ્હીઃ બિહારના રાજકીય નેતા અને કેન્દ્રીય પ્રધાન રામ વિલાસ પાસવાનનું લાંબી બીમારી બાદ નિધન થયું છે. 74 વર્ષના રામ વિલાસ પાસવાન ઘણા દિવસોથી હોસ્પિટલમાં દાખલ હતાં. ગુરુવારે સાંજે તેમના પુત્ર અને લોક જનશક્તિ પાર્ટીના પ્રમુખ ચિરાગ પાસવાને તેમના મૃત્યુની જાણકારી આપી હતી.

રામ વિલાસ પાસવાનના પાર્થિવ દેહને જનપથ ખાતે તેમના નિવાસસ્થાને લાવવામાં આવ્યો છે. કેન્દ્રીય પ્રધાનો રવિશંકર પ્રસાદ, ગિરિરાજ સિંહ, હર્ષ વર્ધન સહિતના ઘણા અન્ય દિગ્ગજો હાજર છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી પણ રામ વિલાસ પાસવાનના પાર્થિવ દેહના અંતિમ દર્શન કરવા પહોંચ્યા હતાં.

રામ વિલાસ પાસવાનનો પાર્થિવ દેહ હવે તેમના દિલ્હી નિવાસમાં લઈ જવામાં આવ્યો છે. આ દરમિયાન કેન્દ્રીય આરોગ્ય પ્રધાન ડો.હર્ષ વર્ધન એઈમ્સ હોસ્પિટલ પહોંચ્યા. રામવિલાસ પાસવાનના પાર્થિવ દેહને 12 જાનપથ ખાતે અંતિમ દર્શન માટે રાખવામાં આવ્યો છે, ત્યારબાદ પક્ષના મુખ્યાલયમાં લઈ જવામાં આવશે.

ABOUT THE AUTHOR

...view details