ગુજરાત

gujarat

ETV Bharat / bharat

સ્પેશિયલ વીડિયો કોન્ફરન્સમાં રાહુલ ગાંધીએ કહ્યું- લોકડાઉન નિષ્ફળ રહ્યું - રાહુલ ગાંધી

રાહુલ ગાંધીએ સ્પેશિયલ વીડિયો કોન્ફરન્સમાં પત્રકારોના પ્રશ્નોના જવાબ આપ્યા હતા. આ પહેલા રાહુલ ગાંધીએ પોતાની સંક્ષિપ્ત ટિપ્પણીમાં કહ્યું કે, કોરોના મહામારીના પ્રસારને અટકાવવા લાદવામાં આવેલું લોકડાઉનની અસર નિષ્ફળ રહી છે.

Etv Bharat,, Gujarati News, Congress leader Rahul Gandhi addresses media
Congress leader Rahul Gandhi addresses media

By

Published : May 26, 2020, 12:45 PM IST

નવી દિલ્હીઃ રાહુલ ગાંધી સ્પેશિયલ વીડિયો કોન્ફરન્સિંગમાં પત્રકારોમાં પ્રશ્નોના જવાબ આપી રહ્યા છે. આ પહેલા રાહુલે કહ્યું કે, કોરોના મહામારીના પ્રસારને લઇને લોકડાઉન નિષ્ફળ રહ્યું છે.

રાહુલે કહ્યું કે, પીએમે કહ્યું હતું કે, 21 દિવસોમાં કોરોનાને હરાવીશું, પરંતુ આજે 60 દિવસોથી વધુ થઇ ગયા છે, પરંતુ આજે પણ વાઇરસ તેજીથી ફેલાઇ રહ્યો છે. એટલે કે, તેનો ઉદ્દેશ નિષ્ફળ થયો છે. તેમણે કહ્યું કે, હું રાજનીતિ નથી કરવા ઇચ્છતો નથી. જે થવું જોઇએ, તે થઇ રહ્યું નથી.

રાહુલ ગાંધીએ કહ્યું કે, વડા પ્રધાને ચાર તબક્કાના લોકડાઉન લાદવાની આશાને પરિણામ મળ્યું નથી. રાહુલે કહ્યું કે, દેશમાં કોરોના કેસ વધી રહ્યા છે. તેમણે કહ્યું કે, કોરોના રાહત પેકેજ અંગે ઘણી પ્રેસ વાટાઘાટો થઈ હતી, કહેવામાં આવ્યું હતું કે, તે જીડીપીનો 10 ટકા છે જે યોગ્ય નથી. તેમણે કહ્યું કે, કોંગ્રેસ પાર્ટીની સરકારો ઘણા રાજ્યોમાં છે, પરંતુ કેન્દ્ર તરફથી અપેક્ષિત સહયોગ મળી રહ્યો નથી.

રાહુલે કહ્યું કે, ભારત પહેલો દેશ છે જ્યાં રોગ વધતા સમયે લોકડાઉન સમાપ્ત થઈ રહ્યું છે. કોરિયા, જાપાનનું ઉદાહરણ આપતા તેમણે કહ્યું કે, રોગ ઓછો થયો ત્યારે આ દેશોમાં લોકડાઉન દૂર કરવામાં આવ્યું હતું.

રાહુલ પર સવાલ ઉઠાવતા તેમણે કહ્યું કે, નરેન્દ્ર મોદીની સરકારે જણાવવું જોઈએ કે તેમની યોજના બી શું છે? તેમણે કહ્યું કે, સરકારે જણાવવું જોઈએ કે તે નાના ઉદ્યોગકારો, સ્થળાંતર મજૂરોને મદદ કરવા માંગે છે કે નહીં. તેમણે કહ્યું કે, તેઓ કોઈ રાજકીય ટિપ્પણી કરી રહ્યા નથી, તેના બદલે તે આર્થિક મુદ્દાઓથી ચિંતિત છે.

ABOUT THE AUTHOR

...view details