ગુજરાત

gujarat

ETV Bharat / bharat

ગાઝિયાબાદમાં પત્રકાર પર ફાયરિંગ, CCTV આવ્યા સામે, જુઓ વીડિયો... - Ghaziabad Journalist attack news

ગાઝિયાબાદમાં પત્રકાર પર ગઈકાલે રાત્રે થયેલા હુમલા મામલે સીસીટીવી સામે આવ્યાં છે. આ સીસીટીવીમાં દેખાય છે કે, ગુંડાઓ પત્રકારની બાઈક રોકે છે ત્યારબાદ તેને ઢોર માર મારે છે અને તેને ગોળી મારી ફરાર થઈ જાય છે.

CCTV
પત્રકાર પર ગોળીબારના CCTV

By

Published : Jul 21, 2020, 12:43 PM IST

ગાઝિયાબાદઃ ગાઝિયાબાદમાં પત્રકાર પર ગઈકાલે રાત્રે થયેલા હુમલા મામલે સીસીટીવી સામે આવ્યાં છે. સીસીટીવીમાં દેખાય છે કે, ગુંડાઓ પત્રકારની બાઈક રોકે છે. પત્રકાર સાથે તેની દિકરી હોય છે, જે ખુબ જ બુમો પાડે છે, પરંતુ ગુંડાઓને કોઈ દયા આવતી નથી અને પત્રકારને ગોળી મારી ફરાર થઈ જાય છે. આ અંગે પોલીસનો દાવો છે કે આ બનાવમાં એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે.

પત્રકાર પર ગોળીબારના CCTV

હાલ પત્રકારની હાલત ગંભીર છે. તેને માથામાં ગંભીર ઈજાઓ પહોંચી છે. હાલ આઈસીયૂમાં તેમનો ઈલાજ ચાલી રહ્યો છે. આ મામલે પત્રકારોમાં ખુબ જ ગુસ્સો જાવો મળી રહ્યો છે. ગાઝિયાબાદ મીડિયા એસોસિએશન પણ આ મામલે ડીઈઓને આવેદન આપવા જઈ રહી છે, કારણ કે કહેવામાં આવી રહ્યું છે કે, પત્રકારે પોતાના પર જીવલેણ હુમલાની શંકા પહેલાથી જ વ્યક્ત કરી હતી, પરંતુ પોલીસે ધ્યાન નહોતુ આપ્યું. જેથી આ ગુંડાઓએ આ ઘટનાને અંજામ આપ્યો.

સીસીટીવીમાં દેખાય રહ્યું છે કે, ગુંડાઓને પોલીસનો અથવા કોઈ પણની બીક નથી. આ મામલે સ્થાનિક પોલીસ પર સવાલો ઉભા થઈ રહ્યા છે અને માગ કરવામાં આવી રહી છે કે બેદરકાર પોલીસકર્મીઓ પર કાર્યવાહી કરવામાં આવે.

ABOUT THE AUTHOR

...view details