ઓડિશા: ઓડિશા અને પશ્ચિમ બંગાળના દરિયાકાંઠાના વિસ્તારોમાં, 190 કિમી પ્રતિ કલાકની ઝડપે આવેલા વિશાળ ચક્રવાતી તોફાન અમ્ફાનમાં ભારે વિનાશ થયો હતો અને 20 લોકોનાં મોત થયાના સમાચાર મળી રહ્યાં છે.
સુપર સાયક્લોન અમ્ફાને વિનાશ વેર્યો છે. ઓડિશા અને પશ્ચિમ બંગાળમાં ત્રણ લોકોનાં મોત થયા છે. આ ઉપરાંત બાંગ્લાદેશમાં પણ સાત લોકોનાં મોત થયા છે. ચક્રવાત અમ્ફાનને કારણે કોલકાતામાં ઘણાં સ્થળોએ ઝાડ પડવાની અને લાઈટના થાંભલા પડવાની ઘટના બની છે.
અધિકારીઓના જણાવ્યા મુજબ, ચક્રવાત ત્રાટકતા પહેલા ઓછામાં ઓછા 6.58 લાખ લોકોને સલામત સ્થળોએ ખસેડવામાં આવ્યા હતા. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ચક્રવાતની મધ્યમાં પવનની ગતિ 160-170 કિ.મી પ્રતિ કલાકની ઝડપે હતી.
ઓડિશામાં કોઈ જાનહાનિના સમાચાર નથી, જોકે પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનર્જીએ દાવો કર્યો છે કે, રાજ્યમાં 10 થી 12 લોકોના મોત થયા છે.
ઓડિશામાં NDRFની ટીમે રસ્તાઓ સાફ કરવા માટે એક અભિયાન શરૂ કર્યું છે. ઉપરાંત ઓડિશામાં 1.58 લાખ લોકોને સ્થળાંતરિત કરવામાં આવ્યા છે.