તમિલનાડુ: સરકાર દ્વારા જાહેર કરાયેલા કન્ટેઇનમેન્ટ ઝોનમાં દારૂના વેચાણ પર પ્રતિબંધ છે. આ દરમિયાન શુક્રવાર રાત્રે અભિનેત્રી રમ્યા કૃષ્ણનની કારમાંથી 100થી વધુ દારૂની બોટલો કબ્જે કરવામાં આવી હતી. રમ્યા કૃષ્ણનનો ડ્રાઇવર પોંડીચેરીથી ચેન્નઇ જઇ રહ્યો હતો, ત્યારે પોલીસે તેને દારૂ ભરેલી કાર સાથે ધરપકડ કરી હતી. આ ઘટના મુત્તુકાડુ ચેક પોસ્ટ પર બની હતી.
અભિનેત્રી રમ્યા કૃષ્ણનની કારમાંથી 100થી વધુ દારૂની બોટલ ઝડપાઇ - કન્ટેઇનમેન્ટ ઝોનમાં દારૂના વેચાણ પર પ્રતિબંધ
તમિલનાડુમાં સરકાર દ્વારા જાહેર કરાયેલા કન્ટેઇનમેન્ટ ઝોનમાં દારૂના વેચાણ પર પ્રતિબંધ છે. આ દરમિયાન શુક્રવાર રાત્રે અભિનેત્રી રમ્યા કૃષ્ણનની કારમાંથી 100થી વધુ દારૂની બોટલો કબ્જે કરવામાં આવી હતી.
અભિનેત્રી રમ્યા કૃષ્ણન
ડ્રાઈવર સેલવાસકુમાર વિરુદ્ધ વિવિધ કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. રમ્યા કૃષ્ણનએ હજુ સુધી આ ઘટના અંગે કોઈ નિવેદન આપ્યું નથી. ધરપકડના થોડા કલાકોમાં જ રમ્યા કૃષ્ણન પોલીસ સ્ટેશન પહોંચી અને ડ્રાઇવરને જામીન પર છોડાવ્યો હતો. આ ઘટના રાજ્યમાં આ ચર્ચાનો વિષય બની ગયો છે.