આ લિપસ્ટિક ગન વિશે માહિતી આપતા યુવા વૈજ્ઞાનિક શ્યામ ચૌરસિયા કહે છે કે, આ યંત્રને ખાસ કરીને મહિલાઓ માટેના સલામતીના સાધન તરીકે વિકસાવવામાં આવ્યું છે. જેનાથી મહિલાઓને પોતાનું રક્ષણ કરી શકશે. તેની વિશેષતા એ છે કે, તેની અંદર એક બંદૂક છે, તેમ જ કોલિંગ સિસ્ટમ પણ છે. જેની ચાંપ દબાવવાથી 112 પોલીસને એકસાથે મદદ માટે ફોન જતો રહેશે. આ માટે તેમણે પોતાના મોબાઇલમાં લાસ્ટ ડાયલ તરીકે 112 નંબર લગાવી રાખવાનો રહેશે. ત્યારબાદ આ યંત્ર પરની ચાંપ દબાવતા ફોનની લોક સ્ક્રીનમાંથી સીધા પોલીસ કંટ્રોલરૂમને કોલ લાગી જશે.
વારાણસીના યુવાને બનાવેલી "લિપસ્ટીક ગન" મહિલાઓની સુરક્ષા માટે બનશે સંકટમોચન
વારાણસી: મહિલાઓ માટેના સોંદર્ય પ્રસાધનોમાં લિપસ્ટીકનું એક ખાસ સ્થાન છે. દુનિયામાં ભાગ્યે જ કોઇ એવી સ્ત્રી હશે જેણે લિપસ્ટીકનો ઉપયોગ ન કર્યો હોય. પરંતુ સોંદર્યવર્ધન માટે વપરાતી આ વસ્તુ એક હથિયારનું કામ પણ કરી શકે છે તે સાબિત કરી બતાવ્યું છે વારાણસીના શ્યામ ચૌરસિયાએ. કાશીના આ વૈજ્ઞાનિકે લિપસ્ટિક દ્વારા એક અનોખું ડિવાઇસ તૈયાર કર્યું છે, જેમાથી બંદૂકની જેમ ગોળી પણ છૂટશે અને પોલીસને પણ ફોન થઇ શકશે. આવો જાણીએ તેની વિશેષતા.
મહિલા સુરક્ષા માટે વારાણસીના યુવાને બનાવી અનોખી "લિપસ્ટીક ગન"
એટલું જ નહી, આ નાનકડી લિપિસ્ટિક ગનથી ફાયરિંગ કરતા જોરદાર ધમાકા સાથે અવાજ આવશે, જે લગભગ એક કિલોમીટર દૂર સુધી સંભળાશે. અને આજુબાજુના લોકો સહાય માટે સરળતાથી પહોંચી શકશે. આ લિપસ્ટિકને ચાર્જ પણ કરી શકાય છે અને તે સંપૂર્ણપણે બ્લૂટૂથથી કનેક્ટ થઇ શકે છે. લગભગ એક મહિનામાં તૈયાર થયેલી આ લિપસ્ટિકની કિંમત 500 થી 600 રૂપિયા છે. તેને 20-25 દિવસમાં એકવાર ચાર્જ કરી શકાશે.