ગુજરાત

gujarat

ETV Bharat / bharat

દુનિયાની એક માત્ર વ્હાઈટ ટાઈગરની સફારીમાં હવે દત્તક લઈ શકાશે વાધ-સિંહ ! - ઝૂ એન્ડ રેસ્ક્યૂ સેન્ટર

રીવા: મધ્યપ્રદેશના રીવામાં આવેલી દુનિયાની એક માત્ર સફેદ ટાઈગર સફારીમાં પ્રાણીઓને દત્તક લેવાની ઝૂ ઓથોરિટી તરફ મંજૂરી મળી ગઈ છે.મહારાજા માર્તડ સિંહ જૂદેવ ટાઈગર સફારીમાં દરેક પ્રાણીઓ માટે વાર્ષિક, છ માસિક, ત્રિ માસિક અને માસિક રેટ નક્કી કરવામાં આવ્યા છે. જેમાં હવે કોઈ પણ પ્રાણીને દત્તક લઈ શકાશે.

latest news in madhya pradesh

By

Published : Sep 15, 2019, 10:20 PM IST

જેમાં સિંહ અને વાધનો વાર્ષિક રેટ 4 લાખ 14 હજાર રાખવામાં આવ્યો છે. જ્યારે દીપડાનો વાર્ષિક રેટ 1 લાખ 65 હજાર 600 રુપિયા રાખ્યો છે. સૌથી ઓછા કાળીયાર તથા હરણની રેટ રાખવામાં આવ્યા છે. લોકોને વન્ય પ્રાણીઓથી જોડવા માટે થઈને આવો નિર્ણય લીધો હોવાનું જણાવ્યું છે.

વ્હાઈટ ટાઈગર સફારી

વ્હાઈટ ટાઈગર સફારી રીવામાં મુકંદપુર સ્થિત સફારીમાં લગભગ 640 હેક્ટરમાં આ વિસ્તાર રિઝર્વ રાખવામાં આવ્યો છે.

જેમાં 75 હેક્ટરમાં પ્રાણી સંગ્રહાલય તથા 25 હેક્ટરમાં વ્હાઈટ ટાઈગર સફારી છે.

વ્હાઈટ ટાઈગર સફારી રીવા

જેમાં ઝૂ એન્ડ રેસ્ક્યૂ સેન્ટર, બ્રિડીંગ સેન્ટર પણ સામેલ છે. આ સફારીનું લોકાર્પણ 3 એપ્રિલ 2016માં કરવામાં આવ્યું હતું.

વ્હાઈટ ટાઈગર સફારી

આ સફારીમાં સફેદ વાધની સાથે સાથે અન્ય વન્ય પ્રાણીઓ પણ જોવા મળે છે. 40 વર્ષ બાદ અહીં સફેદ વાધની પધરામણી થઈ છે.

ABOUT THE AUTHOR

...view details