પટના: બિહાર રાજ્યમાં ફરી એકવાર વીજળીનો કહેર વર્તાઇ રહ્યો છે. રાજ્યના જુદા જુદા જિલ્લાઓમાં વીજળી પડવાના કારણે 26 લોકોનાં મોત નીપજ્યાં છે. તે જ સમયે, હવામાન વિભાગે બિહારના પટના, બેગુસરાય, ખાગરીયા, પૂર્ણિયા, ભોજપુર, વૈશાલી અને સુપૌલ જિલ્લાઓમાં એલર્ટ જારી કર્યું છે. હવામાન વિભાગે માહિતી આપી છે કે, આગામી 2 થી 3 કલાકમાં આ જિલ્લાઓના કેટલાક ભાગોમાં વીજળીથી મધ્યમ વરસાદની સંભાવના છે.
તે જ સમયે, સીએમ નીતિશે રાજ્યમાં વીજળી પડવાને કારણે 8 જિલ્લામાં 26 લોકોના મોત પર શોક વ્યક્ત કર્યો છે. મુખ્યપ્રધાને તમામ જિલ્લા કલેક્ટર્સને સૂચના આપી છે કે તેઓ મૃતકના પરિવારને 4-4 લાખ રૂપિયા આપશે.