નવી દિલ્હી: ભારતના હવામાન વિભાગે જણાવ્યું છે કે, આગામી 24 કલાકમાં દક્ષિણ રાજસ્થાન, બિહાર,પશ્ચિમ મધ્યપ્રદેશ, પશ્ચીમ બંગાળ અને ઝારખંડના અમુક સ્થળો પર વીજળી પડવાની સાથે વરસાદ થવાની સંભાવના છે.
પાંચ રાજ્યોમાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી - ભારતના અમુક સ્થળોએ મુશળધાર વરસાદની સંભાવના
ભારતના હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજસ્થાન, બિહાર, મધ્યપ્રદેશ, પશ્ચિમ બંગાળ અને ઝારખંડના અમુક ભાગોમાં ભારે વરસાદ આવી શકે છે.
ભારત હવામાન વિભાગની ચેતવણી
IMD એ 26 ઓગસ્ટ સુધી બેંગલુરુમાં મધ્યમ વરસાદ સાથે વાદળછાયું વાતાવરણ રેહવાની આશંકા વ્યક્ત કરી છે. એક અન્ય આગાહીમાં કહેવામાં આવ્યું છે કે, 24થી 26 ઓગસ્ટ સુધી ઓડિશામાં મુશળધાર વરસાદ થઇ શકે છે. આ સાથે જ 26 ઓગસ્ટના રોજ પશ્ચીમ બંગાળ અને ઝારખંડમાં મુશળધાર વરસાદની પણ સંભાવના છે.
Last Updated : Aug 23, 2020, 8:40 PM IST