નવી દિલ્હી : રાહુલ ગાંધીએ ટ્વિટ કરતા લખ્યુ કે, ' દોસ્તીનો મતલબ બદલો લેવો નથી. ભારતને પહેલા પોતાની જરૂરીયાતનો ખ્યાલ હોવો જોઇએ, ત્યારબાદ જરૂરીયાત મંદ દેશની મદદ કરવી જોઇએ.
ટ્રંપના નિવેદન પર રાહુલે કહ્યું, પહેલા દેશવાસીઓને દવા મળે, બાદમાં અન્ય દેશને - અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રંપ
અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રંપના નિવેદન પર રાહુલ ગાંધીએ પ્રતિક્રિયા આપી હતી. રાહુલ ગાંધીએ કહ્યું કે દોસ્તીનો મતલબ બદલો લેવો નથી. સાથે તેઓએ એમ પણ કહ્યું કે ભારતે પહેલા દેશની જરૂરીયાતને જોવી જોઇએ, ત્યારબાદ ભારતે જરૂરીયાતી દેશની મદદ કરવી જોઇએ.
ટ્રંપના નિવેદન પર રાહુલે કહ્યું, પહેલા દેશવાસીઓને દવા મળે, બાદમાં અન્ય દેશને
રાહુલે એક અન્ય ટ્વિટમાં કહ્યું કે 'મિત્રો' માં ધમકી ? ભારતે તમામ દેશની મદદ માટે તૈયાર રહેવુ જોઇએ, પરંતુ સૌથી પહેલા દેશના તમામ સ્થાન પર દવા અને સાધનો પહોંચવા જરૂરી છે.
ઉલ્લેખનિય છે કે આ પહેલા પ્રમુખ ટ્રંપે કહ્યુ કે જો ભારતે હાઇડ્રાક્સીક્લોરોક્વીન દવા પરથી બેન ન હટાવ્યો તો અમેરીકા તેના વિરૂદ્ધ કાર્યવાહી કરી શકે છે.