પટનાઃ રામવિલાસ પાસવાન, બિહારમાં દલિતોના નેતા તરીકે ઓળખાતા એક વ્યક્તિ જેમણે "હું એક એવા ઘરમાં દિવો પ્રગટાવવા ચાલ્યો છુ, જે ઘરમાં સદીઓથી અંધારુ છે" ના નારા સાથે પોતાની રાજનીતિક જીવનની શરૂઆત કરી હતી. તેમણે બિહાર પોલીસની નોકરી છોડી રાજનીતિમાં પગલુ માંડયુ હતું.
ખગડિયાના દલિત પરિવામાં જન્મ્યાં હતા પાસવાન
લોક જનશક્તિ પાર્ટીના અધ્યક્ષ રામ વિલાસ પાસવાનનો જન્મ 5 જુલાઈ 1946ના રોજ ખઘડિયામાં એક દલિત પરિવારમાં થયો હતો. તેમણે બુંદેલખંડ યૂનિવર્સિટી ઝાંસીમાં એમ.એ અને પટના યુનિવર્સિટીમાંથી એલ.એલ.બીની ડિગ્રી મેળવી હતી.
1960 થી શરૂ થઈ રાજનીતિક સફર
પાસવાનની રાજનીતિક સફરની શરૂઆત 1960ના દશમાં બિહર વિધાનસભાના સભ્ય તરીકે થઈ હતી. 1960 માં પહેલી વાર પાસવાન બિહારમાં રાજ્યસભાની ચૂંટણીમાં સંયુક્ત સોશલિસ્ટ પાર્ટીના ઉમેદવારના રુપમાં જીત મેળવી હતી. 1977માં છઠ્ઠી લોકસભામાં પાસવાન જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે પસંદ થયા હતા. 1982માં લોકસભા ચૂંટણીમાં પાસવાન બીજીવાર પણ જીત્યા હતાં.
દલિતોના વિકાસ માટે બનાવી દલિત સેના
1983માં રામવિલાસ પાસવાને દલિતોના વિકાસ માટે દલિત સેના બનાવી હતી. આ સાથે જ તેમનો જીતનો શિલ શિલો પણ આગળ વધતો રહ્યો. 1989માં 9મી લોકસભામાં તેમણે ત્રીજી વાર વિજય મેળવ્યો હતો. 1996માં દસમી લોકસભા ચૂંટણીમાં પણ તેમણે જીત હાંસિલ કરી હતી.