નવી દિલ્હીઃ સરકારે ઉપરાજ્યપાલને મોકલેલા પ્રસ્તાવમાં જણાવ્યું હતું કે દિલ્હીમાં હવે કોરોના કેસ ઘટી રહ્યા છે. કેન્દ્ર સરકારની ગાઇડલાઇન્સ મુજબ નિર્ણય લેવાની દિલ્હી સરકારને પણ સત્તા છે.
દેશમાં અનેક રાજ્યો એવા છે જ્યાં કોરોના સંક્રમણ સતત વધી રહ્યું છે તેમ છતાં ત્યાં હોટેલો, જીમ, મોલ્સ ખોલવાની પરવાનગી આપી દેવામાં આવી છે તો પછી દિલ્હીના લોકોને તેમની આજીવિકા કમાવવાથી કેમ રોકવામાં આવી રહ્યા છે? જો કે ઉપરાજ્યપાલે આ દલીલો ટાળતા જણાવ્યું હતું કે આ બધા માટે અત્યારનો સમય યોગ્ય નથી.
દિલ્હીમાં હોટલો, જીમ અને સાપ્તાહિક બજાર ખોલવાનો પ્રસ્તાવ ફરીવાર LG દ્વારા નામંજૂર દેશભરમાં 3 ઑગસ્ટ થી અનલૉક 3 ની પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે. અલગ અલગ રાજ્યોમાં કોરોના મહામારીને લઇને જે પણ સ્થળો પર પ્રતિબંધ હતો તે ફરી ધમધમતા થયા છે જેને પગલે દિલ્હી સરકારે પણ હોટેલો અને જીમ જેવા તમામ સાર્વજનિક સ્થળો ખોલવાનો પ્રસ્તાવ મુક્યો હતો.
પરંતુ સરકારના આ પ્રસ્તાવને સતત બે વાર ઉપરાજ્યપાલ દ્વારા રદ કરી દેવામાં આવ્યો છે અને તેમણે જણાવ્યું છે કે સાર્વજનિક સ્થળોએ ભીડ એકઠી થવાને લીધે સંક્રમણ વધવાની શક્યતાઓ છે આથી હાલના સમયમાં આ માટેની પરવાનગી આપી શકાય નહી.
ઉલ્લેખનીય છે કે LG ના આ નિર્ણયનો હોટેલ માલિકો વિરોધ કરી રહ્યા છે . સતત 5 મહિના લોકડાઉનમાં કારમી બેરોજગારીનો અનુભવ કર્યા બાદ હોટેલ માલિકો આર્થિક ભીંસને પગલે અનલોકમાં કમાણીની આશા સેવી રહ્યા છે.