આ આગની ઘટનામાં 8-10 લોકો ફસાયા હોવાના સમાચાર પ્રાપ્ત થયા હતા. અગ્નિશામક દળે ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ હાથ ધર્યો હતો.
મુંબઈના ગ્રાન્ટ રોડ પર આવેલા આદિત્ય આર્કેડમાં ભીષણ આગ લાગી, 1નું મોત - latest news of fire
મુંબઈઃ યેથીલ ગ્રાન્ટ રોડ પર આવેલી આદિત્ય આર્કેડમાં આજે વહેલી સવારે ભીષણ આગ લાગી હતી. ઘટનાની જાણ થતાં ફાયર ફાયટરની ટીમ ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કર્યો હતો. આ આગમાં 1 વ્યક્તિનું મોત થયું છે. તેમજ રેસ્કયુ ઓપરેશન ચાલી રહ્યું છે.

મુંબઈના ગ્રાન્ટ રોડ ઉપર આવેલા આદિત્ય આર્કેડમાં લાગી ભીષણ આગ
ફાયર ફાયટરો બીજા માળેથી 2 લોકોને, ત્રીજા માળેથી 3 લોકોને તેમજ 2 લોકોને ચોથા માળેથી રેસ્ક્યુ કર્યા હતા. આ ઉપરાંત 4 લોકોનું ટેરેસ પરથી રેસ્ક્યુ કરાયું હતું. આગ લાગવાનું કારણ હજુ અકબંધ છે.
Last Updated : Oct 13, 2019, 1:37 PM IST