શ્રીનગરઃ જમ્મુ કાશ્મીરમાં સેનાએ આતંકી સંગઠન લશ્કર-એ-તૈયબા(AET)ના એક આતંકવાદીની ધરપકડ કરી છે. તેમજ તેની પાસેથી દારુગોળો પણ જપ્ત કર્યો હતો.
જમ્મુ-કાશ્મીરઃ બાંદીપોરામાં દારુગોળા સાથે આતંકવાદીની ધરપકડ - બાંદીપોરા
જમ્મુ કાશ્મીરમાં સેનાએ આતંકી સંગઠન લશ્કર-એ-તૈયબા(AET)ના એક આતંકવાદીની ધરપકડ કરી છે. તેમજ તેની પાસેથી દારુગોળો પણ જપ્ત કર્યો હતો.
આ અંગે પોલીસે જણાવ્યું કે, હાજિન શહેરમાં આવનજાવન કરતા આતંકી અંગે તેમને બાતમી મળી હતી. આતંકી પોતાના ષડયંત્રને અંજામ આપવાની તાકમાં જ હતો. એવામાં આ અંગે બાતમી મળતા બાંદીપોરા પોલીસ, 13 રાષ્ટ્રીય રાઈફલ અને સીઆરપીએફની 45મી બટાલિયન દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી.
જમ્મુ કાશ્મીર પોલીસે આતંકીને નાકામ કરવા હક્બારા વિસ્તારના નાકા પર છટકું ગોઠવી તેની ઝડપી પાડ્યો હતો. જ્યાં નાકા પર તે ગ્રેનેડ ફેંકવાની ફિરાકમાં જ હતો. પરંતુ તે કોઈ ગતિવિધિઓને અંજામ આપે તે પહેલા જ પોલીસે તેની ધરપકડ કરી લીધી હતી. પોલીસે આ અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.