ભોપાલઃ મધ્યપ્રદેશના મુખ્યપ્રધાન કમલનાથ અને કોંગ્રેસ નેતા જ્યોતિરાદિત્ય સિંધિયા વચ્ચે શીત યુદ્ધ ચાલી રહ્યું છે, ત્યારે મુખ્યપ્રધાન કમલનાથે જ્યોતિરાદિત્યના રોડ ઉતરવાના નિવેદન અંગે પ્રતિપ્રક્રિયા આપી હતી. તેમણે કહ્યું હતું કે, "રોડ પર ઉતરવા માગો છો તો ઉતરી જાઓ"
જ્યોતિરાદિત્ય સિંધિયાએ શુક્રવારે પોતાની સરકાર વિરુદ્ધ રોડ પર ઉતરવાનું એલાન કર્યુ હતું. આ અંગે કોંગ્રેસ નેતા દિગ્વિજય સિંહે પ્રતિક્રિયા આપતાં કહ્યું હતું કે, અમે પાંચ વર્ષમાં વચન પૂરા કરવા કહ્યં હતું, જેની પર કામ ચાલી રહ્યું છે. સિંધિયાજી કોઈના વિરૂદ્ધમાં નથી. કોંગ્રેસ પાર્ટી કમલનાથજીના નેતૃત્વની સાથે છે.
નોંધનીય છે કે, જ્યોતિરાદિત્ય સિંધિયાએ પાર્ટીએ આપેલા વચનો પૂરા કરવામાં ગંભીરતા દાખવી ન હોવાથી પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો, ત્યારબાદ ગુસ્સે ભરાયેલા કમલનાથે ફક્ત કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીને સાથે મુલાકાત કરીને શનિવારે સંકલન સમિતિની બેઠક બોલાવી હતી. જો કે, આ મુદ્દે કોગ્રેસ પાર્ટીની તરફથી કોઈ પણ જવાબી પ્રક્રિયા આવી નથી, ત્યારે પાર્ટીના અનેક નેતાઓ આ મુદ્દે પોતાની નાગજગી વ્યક્ત કરી રહ્યાં છે.
નોંધનીય છે કે, સિંધિયાએ મધ્યપ્રદેશના શિક્ષકોના સમર્થનમાં પોતાની સરકાર વિરૂદ્ધ પ્રદર્શન કરવા રસ્તા પર ઉતરવાની ચિમકી ઉચ્ચારી હતી, ત્યારબાદ કમલનાથે સિંધિયાને વળતો જવાબ આપ્યો હતો. આ ઉપરાંત કમલનાથે સમન્વય સમિતિની બેઠક બોલાવી હતી. જેમાં તેમણે મધ્યપ્રદેશ સરકારના દિગ્ગજ નેતાઓને બોલાવ્યાં હતાં. જેમાં આ મુદ્દાની ચર્ચા થતાં જ્યોતિરાદિત્ય સિંધિયા, દિગ્વિજય સિંહ, દીપક બાબરિયા, મીનાક્ષી નટરાજન અને જીતુ પટવારી પણ સામેલ થયાં હતાં.
શુક્રવારે મુખ્યપ્રધાન કમલનાથે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી સાથેની મુલાકાત દરમિયાન સિંધિયા સામે નારાજગી વ્યક્ત કરી હતી. સોનિયાને મળ્યા બાદ કમલનાથે કહ્યું, 'મેં પાર્ટી અધ્યક્ષને કહ્યું છે કે સરકાર ચૂંટણી ઢંઢેરાના વચનોને પૂરા કરવામાં કેટલું સક્ષમ છે, જે પછી સિંધિયાના નિવેદનની પ્રતિક્રિયા આપતાં તેમણે કહ્યું કે, સરકાર આપેલા વચનોની નોંધ પાંચ વર્ષ માટે થાય છે, પાંચ મહિના માટે નહીં.