તેલંગાણા રાજ્યમાં માર્ગ પરિહન નિગમના કર્મચારીની સંયુક્ત સમિતિ દ્વારા બંધ એલાન જાહેર કરાયું હતું. હૈદરાબાદ, આદિલબાદ, વારંગલ, નલગોંડા, મહેબૂબનગર, કરીમનગર સહિતના ડેપો વિરૂદ્ધ વામન પાર્ટીએ ભાજપ સાથે મળીને બંધનું સમર્થન કર્યુ હતું.
તેલંગાણામાં બંધના એલાન વચ્ચે બે વિપક્ષોનું મિલન - તેલગાણાં ન્યૂઝ
હૈદરાબાદઃ તેલંગાણા રાજ્યમાં માર્ગ પરિહન નિગમના કર્મચારીની સંયુક્ત સમિતિ દ્વારા બંધ એલાન જાહેર કરાયું હતું. તે દરમિયાન રાજકારણમાં ક્યારેય જોવા ન મળતું દ્રશ્ય જોવા મળ્યું હતું. બંધમાં વિરોધ પ્રદર્શન કરતી વખતે પરસ્પર અલગ વિચારધારા ધરાવતાં વામન અને ભાજપે સાથે મળી વિરોધ પ્રદર્શન કર્યુ હતું. તે જોઈ સૌ કોઈ આશ્ચર્યમાં મૂકાયાં હતાં.
![તેલંગાણામાં બંધના એલાન વચ્ચે બે વિપક્ષોનું મિલન](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4802134-thumbnail-3x2-tel.jpg)
બંધન પગલે તમામ બસ વ્યવહાર બંધ રખાયો છે. તેમજ ડેપો પર કોઈ આપત્તિ સર્જાય તે માટે પોલીસ તંત્ર દ્વારા કડક સુરક્ષા ગોઠવવામાં આવી છે. સમગ્ર હૈદ્રાબાદમાં સન્નટો છવાયેલો જોવા મળી રહ્યો છે, ત્યારે આવા ખેંચતાણવાળા વાતાવરણમાં વામન અને ભાજપ બે વિરોધી પક્ષોને સાથે વિરોધ કરતાં જોઈને સૌ આશ્ચર્યમાં મૂકાયાં હતાં.
ઉલ્લેખનીય છે કે, તેલંગાણામાં આશરે 50 હજાર કર્મચારીઓની નોકરી રદ્દ કરાઈ હતી. જેના કારણે તંત્રના વિરોધમાં હડતાલ કરવામાં આવી હતી. હાઈકોર્ટે રાજ્ય સરકારને હડતાલ સમાપ્ત કરવા જણાવ્યું છે. છતાં અત્યાર સુધી કોઈ પગલાં લેવામાં આવ્યાં નથી.