ગુજરાત

gujarat

ETV Bharat / bharat

કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયે વિદ્યાર્થીઓના ભણતરમાં વિકાસ અને વૃદ્ધિ માટે માર્ગદર્શિકા જારી કરી - શિક્ષણપ્રધાન રમેશ પોખરિયાલ

કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયે વિદ્યાર્થીઓના ભણતરમાં વૃદ્ધિ માટે જરૂરી માર્ગદર્શિકા જારી કરી છે. જેમાં કોમ્યુનિટી સેન્ટરોમાં હેલ્પલાઈન સેવાઓ સ્થાપવા જેવા પગલાંઓને પણ સામેલ કરવામાં આવ્યા છે.

Learning Enhancement Guidelines launched for Students by Education Ministry
કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયે વિદ્યાર્થીઓના ભણતરમાં વિકાસ અને વૃદ્ધિ માટે માર્ગદર્શિકા જારી કરી

By

Published : Aug 20, 2020, 9:49 PM IST

નવી દિલ્હીઃ કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયે વિદ્યાર્થીઓના ભણતરમાં વૃદ્ધિ માટે જરૂરી માર્ગદર્શિકા જારી કરી છે. જેમાં કોમ્યુનિટી સેન્ટરોમાં હેલ્પલાઈન સેવાઓ સ્થાપવા જેવા પગલાંઓને પણ સામેલ કરવામાં આવ્યા છે. આ માર્ગદર્શિકા રાષ્ટ્રીય શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ (NCERT) દ્વારા ઘડવામાં આવી છે. જેને શિક્ષણપ્રધાન રમેશ પોખરિયાલ 'નિશંક' દ્વારા જારી કરવામાં આવી છે. સમુદાયના સભ્યો અને પંચાયતી રાજના સભ્યોની મદદથી સમુદાય કેન્દ્રોમાં હેલ્પલાઇન સેવાઓ સ્થાપવાની વાત કરવામાં આવી છે.

https://ncert.nic.in/pdf/announcement/Learning_%20Enhancement_Guidelines.pdf

જેથી આ પ્રણાલીની માહિતી વિદ્યાર્થીઓના વાલીઓને આપી શકાય. જેથી કરીને વાલીઓ તેમના બાળકોને નવી વસ્તુઓ શીખવવામાં મદદ કરી શકે. શિક્ષણપ્રધાને કહ્યું કે, આ માર્ગદર્શિકા તેમના બાળકો સાથે ઘરે શિક્ષણની તકો માટે ડિજિટલ સંસાધનો ધરાવતા બાળકોને મદદ કરશે. આ સાથે, તે એવા બાળકોને પણ મદદ કરશે જેઓ તેમના ઘરે રેડિયો, ટેલિવિઝન અથવા સ્માર્ટફોનની મદદથી શીખશે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, શિક્ષણના વિસ્તાર માટે જારી કરાયેલી આ માર્ગદર્શિકા અને મોડેલો ત્રણ પ્રકારની પરિસ્થિતિ માટે સૂચવવામાં આવ્યા છે. આમાંથી પ્રથમ તે છે જેમાં વિદ્યાર્થીઓ પાસે કોઈ ડિજિટલ સ્રોત નથી. બીજી પરિસ્થિતિ એ છે કે, જેમાં વિદ્યાર્થીઓ પાસે ડિજિટલ સંસાધનો મર્યાદિત છે. તે જ સમયે, ત્રીજી પરિસ્થિતિ એ છે કે જેમાં વિદ્યાર્થીઓ પાસે ઓનલાઇન શિક્ષણ માટે ડિજિટલ સંસાધનો છે.

આ માર્ગદર્શિકા બહાર પાડતા શિક્ષણપ્રધાન રમેશ પોખરિયાલ 'નિશંકે' કહ્યું છે કે, મંત્રાલય હેઠળની સંસ્થાઓએ કોરોના વાઈરસ રોગચાળા દરમિયાન મળીને કામ કર્યું છે. ડિજિટલ માધ્યમની મદદથી બાળકોને ઘરે શિક્ષિત કરવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યાં છે. શિક્ષણ મંત્રાલયના કહેવા પર, એનસીઇઆરટીએ વિદ્યાર્થીઓની શિખવાની ક્ષમતા વિકસાવવા માટે કોરોના વાઈરસ રોગચાળાની વર્તમાન પરિસ્થિતિ અને ત્યારબાદની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આ માર્ગદર્શિકા તૈયાર કરી છે.

ABOUT THE AUTHOR

...view details