નવી દિલ્હી: પૂર્વ વડા પ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીનો જન્મ 2 ઓક્ટોબર 1904 ના રોજ ઉત્તર પ્રદેશમાં થયો હતો. તેમની સરળતા અને નમ્રતાથી તેઓ લોકોમાં જાણીતા હતા. 1965ના ભારત-પાક યુદ્ધ દરમિયાન આપેલા 'જય જવાન જય કિસાન' નું તેમનું સૂત્ર આજે પણ સચોટ છે. તેઓ ભારતના બીજા વડા પ્રધાન હતા.
આ પ્રસંગે રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદ વિજય ઘાટ પહોંચ્યા હતા અને પૂર્વ વડા પ્રધાન સ્વ.લાલ બહાદુર શાસ્ત્રીની જયંતિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.
તો આ સાથે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ભૂતપૂર્વ વડા પ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીને તેમની જન્મજયંતિ પર શ્રધ્ધાંજલિ અર્પી હતી અને કહ્યું હતું કે, "તેઓ સરળતાના પ્રતીક છે અને તેમણે દેશના કલ્યાણ માટે પોતાનું જીવન સમર્પિત કર્યું છે. તેઓ સાદગીના પ્રતીક હતા અને રાષ્ટ્રના કલ્યાણ માટે જીવતા હતા. ત્યારે તેમની જન્મજયંતિ પર તેમને યાદ કરીએ છીએ અને તેમના દ્વારા ભારત માટે કરેલા દરેક કામ માટે અમે તેમના ખૂબ આભારી છીએ."