નવી દિલ્હી: ભારત રત્ન અને પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની આજે બીજી પુર્ણયતિથિ છે. અટલ બિહારી વાજપેયીનું નિધન 16 ઓગસ્ટ, 2018માં 95 વર્ષની વયે થયું હતું. અટલ બિહારી વાજપેયીનું પિતૃક ગામ યુપીનું બટેશ્વર હતું. તેમણે વડાપ્રધાનના રુપમાં ત્રણ વખત દેશનું નેતૃત્વ કર્યું હતું.
આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક વીડિયો સંદેશ દ્વારા અટલજીને યાદ કર્યા હતાં.
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને વડાપ્રધાન મોદીએ દિલ્હીના 'સદાશિવ અટલ'-અટલ વાજપેયીના સ્મારક પર બીજી પુણ્યતિથિએ શ્રદ્ધાજંલિ અર્પણ કરી હતી.
કોરોના મહામારીમાં પણ નરેન્દ્ર મોદીએ પૂર્વ વડાપ્રધાનને યાદ કર્યા હતાં. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 5 એપ્રિલના રોજ રાત્રે 9 વાગ્યે દીવા પ્રગટાવવા અને દીવો પ્રગટાવવા અપીલ કરી હતી. આ જ ક્રમમાં PM મોદીએ પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીનો એક વીડિયો શેર કર્યો હતો, જેમાં પૂર્વ વડાપ્રધાનની એક કવિતા વાંચી રહ્યાં છે. PMએ વીડિયો સાથે લખ્યું છે, 'આઓ દિયા જલાએ'.