ગુજરાત

gujarat

ETV Bharat / bharat

દુષ્કર્મ અને હત્યાના આરોપો સાબિત થવા પર નેતાને હટાવવા જોઈએ: સુબ્રહ્મણ્યમ સ્વામી - BJP સાંસદ સાક્ષી મહારાજ

નવી દિલ્હી: ભાજપ સાંસદ સુબ્રહ્મણ્યમ સ્વામીએ દુષ્કર્મના આરોપમાં ઠોસ પગલાં ભારવાની વાત કરી છે. તેમણે કહ્યું કે, દુષ્કર્મના આરોપનો સામનો કરી રહેલા નેતાને હટાવવા જોઈએ.

સુબ્રહ્મણ્યમ સ્વામી
સુબ્રહ્મણ્યમ સ્વામી

By

Published : Dec 8, 2019, 11:35 AM IST

હૈદરાબાદમાં દુષ્કર્મના 4 આરોપીના એન્કાઉન્ટર કરવામાં આવ્યાં છે. આ અંગે સમગ્ર દેશના લોકો પ્રતિક્રિયા આપી રહ્યા છે. ખાસ કરીને સોશિયલ મીડિયામાં નેતાઓ પર લાગેલા દુષ્કર્મ જેવા આરોપોમાં પણ કડક કાર્યવાહી કરવાની માગ ઉઠી રહી છે.

BJP સાંસદ સુબ્રહ્મણ્યમ સ્વામીએ કહ્યું કે, ભ્રષ્ટ નેતાની સહિષ્ણુતાના કારણે દુષ્કર્મની ઘટનામાં વધારો થઇ રહ્યો છે.

સુબ્રહ્મણ્યમ સ્વામીનું ટ્વીટ

સ્વામીએ કહ્યું, જે રાજકારણીઓ પર દુષ્કર્મ કે હત્યાના આરોપ સાબિત થાય, તેવા નેતાઓને હટાવવા જોઈએ. સ્વામીએ લખ્યું કે, આવું કરવાની જગ્યાએ આવા નેતાઓને સેલિબ્રીટી બનાવવામાં આવે છે.

ઉલ્લેખનીય છે કે, ઉત્તર પ્રદેશમાં ભાજપના ધારાસભ્ય કુલદીપ સિંહ સેંગર પર દુષ્કર્મનો આરોપ લાગ્યો છે. તે અત્યારે જેલમાં છે.

BJP સાંસદ સાક્ષી મહારાજે તેમને જન્મ દિવસની શુભેચ્છા પાઠવી હતી. જો કે, ત્યારબાદ સાક્ષી મહારાજે ટ્વીટ હટાવી લીધું છે.

સાક્ષી મહારાજનું ટ્વીટ

આ ઘટના બાદ કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી સહિત અન્ય વિપક્ષે ભાજપને આડે હાથ લીધું છે.

ABOUT THE AUTHOR

...view details