ગુજરાત

gujarat

ETV Bharat / bharat

લોકલ મેમૂ ટ્રેનના ચાર ડબ્બા પટરી પરથી નીચે ઉતર્યા, કોઇ નુકશાન નહી - ડબ્બા

કાનપુરઃ કાનપુર સેંટ્રલના પ્લેટફોર્મ નંબર 3 પર એલસીના ચાર કોચ પાટા પરથી ઉટરી ગયા હતા. આ દુર્ધટના પટરી બદલતા સમયે થઇ હતી. જેને લઇને એક પિલોર પણ તુટી ગયો હતો.

લોકલ મેમૂ ટ્રેનના ચાર ડબ્બા પાટા પરથી નીચે ઉતર્યા, નુકશાનના સમાચાર નથી

By

Published : Aug 28, 2019, 11:57 AM IST

ઉત્તર મધ્ય રેલવેના જનસંપર્ક અધિકારી અમિત માલવીયાએ જણાવ્યું કે, આજે સવારે લગભગ 7 વાગ્યે લખનઉથી કાનપુર આવી રહેલી એક લોકલ મેમૂ ટ્રેન જેવી જ કાનપુર સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 3 પર પહોચી તેની સાથે તેના 4 ડબ્બા પાટાની પટરી પરથી નીચે ઉતરી ગયા હતા, મહત્વનું છે કે ટ્રેનની સ્પીડ બહુ ધીમી હોવાથી કોઇ નુકશાન થયું નથી.

હાલ 3 નંબરના પ્લેટફોર્મની રેલવે સેવાને અસર પડી છે. આ દુર્ધટનાને પગલે સેવાને રોકવામાં આવી છે. અધિકારીઓને ઘટનાની જાણ થતા ઘટના સ્થળે દોડી ગયા હતા અને માહિતી મુજબ હાલમાં પાટા દૂર કરવાનું કામ ચાલી રહ્યુ છે, ટ્રેનના મુસાફરો સુરક્ષીત રીતે નીચે ઉતરી ગયા હતા. આ સમગ્ર ઘટનાની તપાસ કરવામાં આવશે.

ABOUT THE AUTHOR

...view details