નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે શુક્રવારે એક વકીલને એક લાખ રૂપિયા દંડ ફટકાર્યો છે. હકીકતમાં આ વકીલે કોરોના વાઇરસના રોગચાળા વચ્ચે દારૂની દુકાનો બંધ કરવા માટે અનેક અરજીઓ કરી હતી.
દારૂની દુકાનો બંધ રાખવાની PIL ફાઇલ કરવા બદલ સુપ્રીમ કોર્ટે વકીલને રુપિયા 1 લાખનો દંડ ફટકાર્યો - દારૂની દુકાનો બંધ રાખવા અનેક અરજીઓ
સુપ્રીમ કોર્ટના એક એડવોકેટે કોરોના વાઇરસ રોગચાળા વચ્ચે દારૂની દુકાનો બંધ રાખવા અનેક અરજીઓ કરી હતી. જેના પર સુપ્રીમ કોર્ટે કડક કાર્યવાહી કરી વકીલ પર એક લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો હતો.
![દારૂની દુકાનો બંધ રાખવાની PIL ફાઇલ કરવા બદલ સુપ્રીમ કોર્ટે વકીલને રુપિયા 1 લાખનો દંડ ફટકાર્યો Lawyer fined with Rs 1lakh penality for filing Multiple PILs on liquor shops](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7209550-721-7209550-1589542699882.jpg)
સુપ્રીમ કોર્ટ કડક: દારૂની દુકાનો રાખવા અરજીઓ કરનાર વકીલને 1 લાખનો દંડ
સુપ્રીમ કોર્ટની બેંચે કહ્યું કે, આ કેસની સુનાવણી કરવા તૈયાર નથી, કારણ કે આ અરજીઓ માત્ર પ્રસિદ્ધિ માટેની છે. આવી ઘણી અરજીઓ સાંભળી શકતી નથી.
ખંડપીઠે કહ્યું કે, 'અમારી પાસે અન્ય વકીલો દ્વારા બીજી ખાસ અરજીઓ દાખલ કરવામાં આવી છે. સામાજિક અંતરમાં વિક્ષેપ કરવો એ મુદ્દો સિસ્ટમ માટે છે, જો કે, કલમ 32 હેઠળ કોર્ટ માટે નહીં. આ અરજીઓ સમયના દુરૂપયોગ માટેની છે અને અમે આ મુદ્દે કોઈ કાર્યવાહી કરી શકતા નથી. આ સાથે સુપ્રીમ કોર્ટે આ કેસ રદ્દ કર્યો હતો.