નવી દિલ્હી : અખિલ ભારતીય ક્ષત્રિય મહાસભાએ યુપીના હાથરસ મામલે સવર્ણ સમાજને બદનામ કરવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. અખિલ ભારતીય ક્ષત્રિય મહાસભાના રાષ્ટ્રીય અધ્યક્ષ અને પૂર્વ કેન્દ્રીય પ્રધાન રાજા માનવેન્દ્ર સિંહે કહ્યું કે, હાથરસ સામૂહિક દુષ્કર્મ મામલામાં એસસી-એસટી કલમનો દુરઉપયોગ કરવામાં આવી રહ્યો છે.
એપી સિંહ લડશે હાથરસના આરોપીઓનો કેસ
અખિલ ભારતીય ક્ષત્રિય મહાસભાને એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં આરોપીઓનો કેસ લડવા માટે સુપ્રીમ કોર્ટના વકીલ એપી સિંહને રાખવાનો નિર્ણય લીધો છે. જેથી દુધનું દુધ અને પાણીનું પાણી થઈ શકે, આ બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો કે, વકીલ એપી સિંહની ફી ક્ષત્રિય મહાસબાના પદાધિકારીઓ સાથે મળીને આપશે. વકીલ એપી સિંહે નિર્ભયા દુષ્કર્મના કેસના બધા જ આરોપીઓની ટ્રાયલ કોર્ટથી લઈ સુપ્રીમ કોર્ટ સુધી લઈ ગયા હતા.
હાથરસ દુષ્કર્મના આરોપીઓનો કેસ લડશે વકીલ એપી સિંહ, ક્ષત્રિય સમાજ ઉઠાવશે ખર્ચ હાથરસના કલેક્ટર અને એસપી ને મળવાનો સમય માંગ્યો
આ બેઠકમાં રાજા માનવેન્દ્ર સિંહે ક્ષત્રિય સમાજના પ્રતિનિધિયો તરફથી હાથરસના રાજપૂત સમાજના પરિવારો અને હાથરસના એસપી અને કલેક્ટરને મળવાનો સમય માંગ્યો છે.હાથરસના એસપી અને કલેક્ટરને અખિલ ભારતીય ક્ષત્રિય મહાસભાના રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ મહેન્દ્ર સિંહ તંવર અને બીજા પદાધિકારીઓ મળશે.