ચિન્મયાનંદ પર છેડતીનો આરોપ લગાવનાર યુવતીની અને તેના 2 સાથીઓની ધરપકડ કરાઈ હતી. ત્યારબાદ યુવતીને જિલ્લાના હૉસ્પિટલમાં મેડીકલ માટે મોકલવામાં આવી હતી. ત્યારબાદ તેને જેલમાં લઈ જવામાં આવશે.
સ્વામી ચિન્મયાનંદ પાસેથી ખંડણી માંગવાના મામલે SITએ બુધવારના રોજ કોતવાલી પોલીસ સાથે મળીને આરોપી યુવતીની ધરપકડ કરવામાં આવી હતી. ત્યારબાદ તેને છાત્ર ચોક કોતવાલી લઈ જવામાં આવી હતી, અને ત્યાંથી તેને સ્થાનિક હૉસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.
ચિન્મયાનંદ પર દુષ્મકર્મનો આરોપ લગાવનાર યુવતીની SITએ કરી ધરપકડ કાલે થશે સુનાવણી...
કોર્ટે અગોતરા જામીન માટે 26 સપ્ટેમ્બર રોજ SITને પુરાવા રજૂ જણાવ્યું હતું. પણ SITએ મહિલાની ધરપકડ કરી લેતાં જામીન સુનાવણી કાલે રાખવામાં આવશે.
કોર્ટ આદેશ પર SITની તપાસ
ફરિયાદી વિદ્યાર્થીએ કોર્ટમાં અગોતરા જામીન મેળવવા માટે અરજી કરી છે. પણ કોર્ટે 26 સપ્ટેમ્બરથી પહેલાં સુનાવણી કરવાનો મનાઈ કરી હતી. ત્યારબાદ વિદ્યાર્થીની ધરપકડની આશંકા વધી ગઈ હતી. સુપ્રીમ કોર્ટના આદેશ પર SIT આ ઘટનાની તપાસ શરૂ કરી રહી છે.
આ કેસમાં તપાસ દમિયાન SITને એક મોબાઈલ મળ્યો હતો. જેના આધારે ફરિયાદી યુવતી અને તેના મિત્ર વિક્રમ અને સચિનના મંગળવારના રોજ રીમાન્ડ લેવામાં આવ્યાં હતાં. આ બે આરોપીઓ પર ખંડણી માગવાનો આરોપ છે. જેમાં આ યુવતી પણ સામેલ હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.
FIRમાં નામ આવ્યા બાદ ફરિયાદી યુવતીનો પરિવાર કાનૂની મદદ લેતો જોવા મળ્યો હતો. ફરિયાદી યુવતી જાતે વકીલ સાથે મળી આગોતરા જામીનની અરજી કરવા માટે ઇલ્હાબાદ કોર્ટમાં ગઈ હતી.