નવી દિલ્હીઃ વડાપ્રધાન મોદી જણાવ્યું હતું કે, 'મન કી બાત'નો નવો એપિસોડ કોરોના વાઈરસની મહામારીને ધ્યાનમાં રાખીને રજૂ કરવામાં આવશે.
કોરોના વાઈરસથી ઉભી થયેલી પરિસ્થિતી વિશે PM મોદી કરશે 'મન કી બાત' - રેડિયો પ્રોગ્રામ 'મન કી બાત'માં કોવિડ-19 થશે ચર્ચા
કોરોના વાઈરસના કારણે ઉભી થયેલી પરિસ્થિતી વિશે વડાપ્રધાન મોદી પોતાના રેડિયો પ્રોગ્રામ 'મન કી બાત'ના માધ્યમથી દેશને સંબોધિત કરશે.
Mann ki Baat
શનિવારે નરેન્દ્ર મોદીએ ટ્વીટ કર્યુ હતું કે, કાલે સવારે 11 કલાકે 'મન કી બાત'માં સાંભળો કોવિડ-19 કારણે ઉત્પન્ન થયેલી પરિસ્થિતી વિશે.
'મન કી બાત' રેડિયો કાર્યક્રમ દર મહિને થાય છે. જેનું પ્રસારણ મહિનાના છેલ્લા રવિવારે કરવામાં આવે છે. આ કાર્યક્રમમાં વડાપ્રધાન મોદી વર્તમાન સમયની મહત્વની ઘટનાઓ અંગે ચર્ચા કરે છે.