નવી દિલ્હી: લદ્દાખમાં ભારત અને ચીન વચ્ચે સરહદ વિવાદના સમાધાન માટે સોમવારે કોર્પ્સ કમાન્ડર-સ્તરની બેઠક યોજાઇ હતી. આ બેઠક 11 કલાક સુધી ચાલી હતી છતા પણ કોઇ નિર્ણય આવ્યો ન હતો.
ભારત અને ચીન વચ્ચે કોર્પ્સ કમાન્ડર કમાન્ડર કક્ષાની બેઠક 11 કલાક ચાલી - ભારત ચીન વચ્ચે બેઠક
લદ્દાખમાં ભારત અને ચીન વચ્ચે સરહદ વિવાદના સમાધાન માટે સોમવારે કોર્પ્સ કમાન્ડર-સ્તરની બેઠક યોજાઇ હતી. આ બેઠક 11 કલાક સુધી ચાલી હતી. છતા પણ કોઇ નિર્ણય આવ્યો ન તો. બપોરે લગભગ 12.30 વાગ્યે શરૂ થયેલી આ બેઠક લગભગ 11 કલાક સુધી ચાલી હતી. આ બેઠકમાં પૂર્વી લદ્દાખમાં ચાલી રહેલી પરિસ્થિતિ અંગે ચર્ચા કરવામાં આવી હતી. રાત્રે 11.30 વાગ્યે સમાપ્ત થયેલી બેઠક અનિર્ણિત હતી. બંને પક્ષો તેમની દલીલો પર અડગ રહ્યા હતા.
કમાન્ડર કક્ષાની બેઠક 11 કલાક ચાલી
આ બેઠક ભારતના ચુશૂલમાં થઈ હતી. આ બેઠકનો એજન્ડા ચીન સ્ટડી ગ્રુપ દ્વારા તૈયાર કરવામાં આવ્યો હતો. સૂત્રોના જણાવ્યા મુજબ ચીને ભારતને 7 પોઇન્ટ પરથી પીછેહઠ કરવા કહ્યું હતું. સૂત્રોના જણાવ્યા મુજબ, ભારતે ચીનની આ માગને ફગાવી દીધી છે.આ આગાઉ અમેરિકા, જાપાન,ભારત અને ઓસ્ટ્રેલિયા પર આધારિત ક્વાડ દેશોના વિદેશ પ્રધાનોની બેઠક મંગળવારે ટોક્યોમાં મળી હતી.