લતા મંગેશકરને શ્વાસ લેવામાં તકલીફ પડતા બે દિવસ પહેલા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યાં હતાં. હોસ્પિટલમાં બે દિવસની સારવાર બાદ હવે તેમની તબિયતમાં સુધારો આવ્યો છે. જે વાતની પુષ્ટી તેમના પરિવારે કરી છે.
લતા મંગેશકરની તબિયતમાં સુધાર, પરિવારે કરી પુષ્ટી - લતા મંગેશકરની તબિયત
મુંબઈઃ બોલીવુડ દિગ્ગજ ગાયિકા ભારતરત્ન લતા મંગેશકરને સોમવારે મુંબઈની બ્રિચ કેન્ડી હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા હતાં. લતાજીને શ્વાસ લેવામાં તકલીફ પડતા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતાં. જ્યાં સારવારના બે દિવસ બાદ લતાજીની તબિયતમાં સુધારો આવ્યો હોવાની પુષ્ટી તેમના પરિવારે કરી છે.
trtr
લતાજીના પરિવારે કહ્યું કે, ' લતા દી હવે સ્થિર છે. તેમના સ્વાસ્થ્યમાં સુધારો આવ્યો છે. તમારા બધાની પ્રાર્થના બદલ ખુબ ખુબ આભાર. આશા છે કે તેમને જલ્દી ઘરે લાવી શકીએ.'