ગુજરાત

gujarat

ETV Bharat / bharat

પંડિત જસરાજની અંતિમવિધિ ભારતમાં થશે, મૃતદેહને મુંબઇ લાવવામાં આવ્યો - અમેરિકાના ન્યુ જર્સી

પંડિત જસરાજની અંતિમ વિધિ ભારતમાં કરવામાં આવશે. તેનો મૃતદેહ અમેરિકાના ન્યુ જર્સીથી મુંબઇ લાવવામાં આવ્યો છે.

પંડિત જસરાજનો મૃતદેહને મુંબઇ લાવવામાં આવ્યો
પંડિત જસરાજનો મૃતદેહને મુંબઇ લાવવામાં આવ્યો

By

Published : Aug 19, 2020, 10:44 PM IST

મુંબઈ: જાણીતા શાસ્ત્રીય સંગીત ગાયક પંડિત જસરાજનો મૃતદેહ બુધવારે અમેરિકાના ન્યુ જર્સીથી મુંબઇ લાવવામાં આવ્યા છે. તેના પરિવારે આ માહિતી આપી છે.

સંગીતના મેવાતી ઘરના સાથે જોડાયેલ પંડિત જસરાજનું સોમવારે અમેરિકાના ન્યુ જર્સીમાં આવેલ તેમના નિવાસસ્થાને 90 વર્ષની વયે અવસાન થયું હતું.

કોરોના વાઈરસના કારણે ભારતમાં લોકડાઉનની જાહેરાત કરવામાં આવી ત્યારે તે યુ.એસ. હતા. પરિવાર દ્વારા જણાવાયું કે, તમામ વિધિ પૂર્ણ કર્યા પછી, મૃતદેહને વર્સોવા આવેલ નિવાસસ્થાને પારિવારિક દર્શન માટે રાખવામાં આવશે.

પંડિત જસરાજના પરિવારમાં તેમની પત્ની મધુરા, પુત્ર શારંગ દેવ પંડિત અને પુત્રી દુર્ગા જસરાજ છે અને તેઓ બંને સંગીતકાર છે.

ABOUT THE AUTHOR

...view details