ગુજરાત

gujarat

ETV Bharat / bharat

પૂર્વ સીએમ તરૂણ ગોગોઇના અંતિમ સંસ્કાર આજે, એક હજાર લોકો થશે સામેલ

અસમના સ્વાસ્થય પ્રધાન હિંમત બિસ્વા સરમાએ કહ્યું કે, પૂર્વ સીએમ તરૂણ ગોગોઇના અંતિમ સંસ્કારની બધી તૈયારીઓ બુધવારે રાત સુધીમાં પૂર્ણ કરવામાં આવી છે. તેમણે જણાવ્યું હતું કે, ગોગોઇની અંતિમ યાત્રા ગુરૂવારે સવારે 9 કલાકે શરૂ થશે.

આજે પૂર્વ સીએમ તરૂણ ગોગોઇના અંતિમ સંસ્કાર
આજે પૂર્વ સીએમ તરૂણ ગોગોઇના અંતિમ સંસ્કાર

By

Published : Nov 26, 2020, 10:51 AM IST

  • આજે પૂર્વ સીએમ તરૂણ ગોગોઇના અંતિમ સંસ્કાર
  • એક હજાર લોકો થશે સામેલ
  • રાજ્ય આપશે સમ્માન સાથે વિદાઇ

ગુવાહાટીઃ અસમના સ્વાસ્થય પ્રધાન હિંમત બિસ્વા સરમાએ કહ્યું કે, પૂર્વ મુખ્ય પ્રધાન તરૂણ ગોગોઇના અંતિમ સંસ્કાર ગુરૂવારે અહીંના નબગ્રહ સ્મશાન ઘાટ પર રાજકીય સમ્માન સાથે કરવામાં આવશે અને અસમ સરકાર તેમાં લગભગ 1 હજાર વ્યક્તિઓને સામેલ થવાની તૈયારીઓ કરી હતી.

રાજ્ય આપશે સમ્માન સાથે વિદાઇ

સરમાએ સંવાદાતાઓ સાથે કહ્યું કે, બધી વ્યવસ્થાઓ બુધવારે રાત સુધીમાં થઇ ગઇ હતી અને ત્રણ વખતના પૂર્વ મુખ્ય પ્રધાનને રાજ્યના લોકો સમ્માન સાથે વિદાઇ આપશે. કોવિડ 19 થી સ્વસ્થ થયા બાદ સ્વાસ્થય સંબંધી મુશ્કેલીઓ માટે છેલ્લા ચાર મહિનાની સારવાર બાદ ગોગોઇનું સોમવારે નિધન થયું હતું.

અંતિમ દર્શન માટે રવાના થયો પાર્થિવદેહ

ગોગોઇની અંતિમ યાત્રા શ્રીમંતર શંકરદેવ કલાક્ષેથી સવારે નવ કલાકે શરૂ થઇ હતી, જ્યાં તેમના પાર્થિવ દેહને અંતિમ દર્શન માટે રવાના કરવામાં આવ્યો છે. વધુમાં જણાવીએ તો અસમના પૂર્વ સીએમ તરૂણ ગોગોઇનું 86 વર્ષે નિધન થયું હતું.

જીએમસીએચમાં દાખલ હતા ગોગોઇ

ગોગોઇની સારવાર ગુવાહાટી મેડિકલ કૉલેજમાં ચાલી રહી હતી. તેમની હાલત ગંભીર અને તેમના વિભિન્ન અંગેએ કામ કરવાનું બંધ કર્યા બાદ ગોગોઇને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા. ગોગોઇ 25 ઓગસ્ટે કોરોના વાઇરસથી સંક્રમિત થયા હતા અને બીજા દિવસે જ તેમને જીએમસીએચ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જે બાદ 25 ઓક્ટોબરે તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી.

ABOUT THE AUTHOR

...view details