ગુજરાત

gujarat

ETV Bharat / bharat

રાજસ્થાનની જે.કે. લોન હોસ્પિટલમાં બાળકોનો મૃત્યુઆંક 110એ પહોંચ્યો - જે કે લોન હોસ્પિટલ

રાજસ્થાનઃ રાજ્ય સ્વાસ્થ્ય પ્રધાન રઘુ શર્મા અને નાયબ મુખ્ય પ્રધાન સચિન પાયલટે જે.કે. લોન હોસ્પિટલની મુલાકાત લીધી હતી. તેઓએ હોસ્પિટલની સુવિધા તેમજ વ્યવસ્થામાં સુધારો કરવા સૂચન આપ્યા હતા. તેમ છતા પણ બાળકોના મૃત્યુનો આંકડો સતત વધી રહ્યો છે. આ આંકડા મુજબ છેલ્લા 35 દિવસમાં 110 બાળકોના મોત થયા છે.

jk lone hospital
જે કે લોન હોસ્પિટલ

By

Published : Jan 5, 2020, 8:44 AM IST

કોટાના જે કે લોન હોસ્પિટલમાં સતત બાળકોના મૃત્યુ થઈ રહ્યા છે. સ્વાસ્થ્ય પ્રધાન રઘુ શર્મા અને નાયબ મુખ્ય પ્રધાન સચિન પાયલટ આ હોસ્પિટલની મુલાકાત કરી ચૂક્યા છે. તેમણે આ હોસ્પિટલની વ્યવ્યસ્થામાં સુધારા કરવા સૂચન કર્યું હતું. તેમ છતા આ મૃત્યુઆંક 35 દિવસમાં 110 પહોંચ્યો છે. શનિવારે 4 બાળકોના મોત થયા હતા. જેમાંથી 3 બાળકો NICU અને એક બાળક PICUમાં દાખલ હતા. મશીનમાં તકનીકી ખામીને લીધે અને હોસ્પિટલ સ્ટાફની બેદરકારીથી બાળકોના મોત થયાનો આક્ષેપ બાળકોના માતપિતા કર્યો છે.

રાજસ્થાનની જે કે લોન હોસ્પિટલમાં બાળકોનો મૃત્યુંઆંક 110એ પહોંચ્યો

ટીમે બાળકોના મોત માટે હાઈપોથર્મિયાને જવાબદાર ઠેરવ્યું

સતત વધી રહેલા બાળકોના મૃત્યુના આંકડાને ગંભીરતાથી લઈ કેન્દ્રીય સ્વાસ્થય મંત્રાલયે એક ટીમની રચના કરી કોટા મોકલી છે. આ ટીમ બાળકોના મૃત્યુનું કારણ જાણવા માટે તપાસ કરી રહી છે. પ્રાથમિક તપાસમાં તારણ આપતા કહ્યું કે, હાઈપોથર્મિયાને કારણે બાળકોના મોત થયા છે. આ ટીમ પોતનો રિપોર્ટ કેન્દ્રીય સ્વાસ્થય મંત્રાલયને સોપી ચૂકી છે.

ABOUT THE AUTHOR

...view details