મુંબઇ: મુંબઇના પૂર્વ પોલીસ કમિશ્નર રાકેશ મારિયાએ પુસ્તકમાં દાવો કર્યો કે, લશ્કર-એ-તૈયબાના 26/11ના મુંબઇ આંતકી હુમલાને હિન્દુ આતંકવાદ તરીકે રજૂ કરવાનું ષંડયત્ર હતું. મારિયાએ પોતાની પુસ્તક 'લેટ મી સે ઈટ નાઉ'માં 26/11 મુંબઇ હુમલાની તપાસનો ઉલ્લેખ કર્યો છે. આ હુમલાની યોજના લશ્કર-એ તોઈબાએ બનાવી હતી. જેમાં પાકિસ્તાનનો હાથ હોવાનું સામે આવ્યું હતું.
મુંબઇના પૂર્વ પોલીસ કમિશ્નર રાકેશ મારિયાનો દાવો, 26/11ને 'હિન્દુ આતંકવાદ' તરીકે રજૂ કરવાનું ષંડયત્ર - hindu terrorism news
26/11ના મુંબઇ આતંકી હુમલાને લઇને મુંબઇના પૂર્વ પોલીસ કમિશ્નર રાકેશ મારિયાએ દાવો કર્યો કે, આ હુમલાને હિન્દુ આતંકવાદના રૂપમાં રજૂ કરવાનું ષંડયત્ર રચવામાં આવ્યું હતું. રાકેશ મારિયાએ પુસ્તકમાં દાવો કર્યો કે, પાકિસ્તાની આતંકવાદી મોહમ્મદ અઝમલ કસાબને બેંગલુરૂના સમીર ચૌધરીના તરીકે રજૂ કરવાની યોજના હતી.
રાકેશ મારિયા
પુસ્તકના અંશો અનુસાર, પાકિસ્તાની ISI અને લશ્કરમાં જ કસાબને સમાપ્ત કરવાનો પ્રયત્ન કરી રહ્યાં છે. કારણ કે આ હુમલાની કડી આ સમૂહો સાથે જોડનાર પુરાવા હતાં. રાકેશ મારિયાએ દાવો કર્યો કે, આંતકવાદી સંગઠન આંતકીઓને ભારતીય રહેઠાણ પર નકલી ઓળખાણ પત્ર પણ આપ્યાં હતાં.
મારિયાએ પુસ્તકમા ઉલ્લેખ કર્યો છે કે, કસાબને મેટ્રો સિનેમાની પાસે એક મસ્જિદની યાત્રા કરવવામાં આવી હતી અને તેઓ ચોંકી ગયા હતાં.