મહેસાણા: જિલ્લાના સંત બાપુ લંકેશ ઉજ્જૈનના મહાકાલ મંદિર પહોંચ્યા હતા. તેમણે ત્યા ભગવાન મહારાલના દર્શન કર્યા હતા.તેમણે જણાવ્યું કે, સમગ્ર દેશમાં લોકો તેમને લંકેશ બાપુના નામથી ઓળખે છે. તેમણે વધુમાં જણાવ્યું કે,તેઓ ભગવાન શિવ અને રાવણના ભક્ત છે.
લંકેશ બાપુ પહોંચ્યા ઉજ્જૈન, મહાકાલ મંદિરમાં કર્યા દર્શન - રાવણના પૂરાવા
મહેસાણા જિલ્લાના લંકેશ બાપુના નામથી પ્રખ્યાત સંત ઉજ્જૈનના મહાકાલ મંદિરમાં પહોંચ્યા હતા. લંકેશ બાપુ રાવણના ભક્ત છે. તેઓ કેન્દ્ર સરકારના આદેશથી શ્રીલંકાથી 400 પુરાવા પણ લાવ્યા હતા.
લંકેશ બાપુ
તેમણે વર્ષ 2013માં ગુજરાતના આનંદ શહેરમાંથી એમફીલની ડિગ્રી લીધી હતી અને તેમણે તેમનો વિષય રાવણ જ રાખ્યો હતો.આ સિવાય રાવણ પર જ્ઞાન રાખનાર લંકેશ બાપુને 2013માં કેન્દ્ર સરકારે શ્રીલંકા રાવણના પૂરાવા એકત્ર કરવા માટે મોકલ્યા હતા.તેઓ ત્યાથી 400થી વધુ પૂરાવા લઇને આવ્યા હતા.