ગુજરાત

gujarat

ETV Bharat / bharat

કેરળમાં ભારે વરસાદના કારણે ઇડુક્કી જિલ્લામાં ભૂસ્ખલન, પાંચ લોકોના મોત - ઇડુક્કી જિલ્લામાં ભૂસ્ખલનથી પાંચ લોકોના મોત

ભારે વરસાદ અને પૂરને કારણે કેરળના મુન્નારમાં ભૂસ્ખલન થયું છે. ચાના બગીચામાં કામ કરતા ઓછામાં ઓછા 80 મજૂરો કાટમાળ નીચે ફસાયેલા હોવાની આશંકા છે. ઇડુક્કી જિલ્લામાં ભૂસ્ખલનથી પાંચ લોકોના મોત થયા છે.

ઇડુક્કી જિલ્લામાં ભૂસ્ખલન
ઇડુક્કી જિલ્લામાં ભૂસ્ખલન

By

Published : Aug 7, 2020, 4:19 PM IST

મુન્નાર: કેરળના મુન્નારમાં ભારે વરસાદ અને પૂરને કારણે ભૂસ્ખલન થયું છે. ચાના બગીચામાં કામ કરતા મજૂરો ફસાયેલા હોવાના સમાચાર છે. ઘટના સ્થળેથી 10 લોકોને બચાવવામાં આવ્યા છે અને 5 લોકોની મોતની પુષ્ટિ કરવામાં આવી છે. માહિતી મુજબ 80 લોકો હજી પણ કાટમાળ નીચે ફસાયેલા છે.

કેરળના ઇડુક્કી જિલ્લાના રાજમલા વિસ્તારમાં બપોરે 12 થી 1 દરમિયાન ભૂસ્ખલન થયું હતું. પેટ્ટીમૂડી તે જગ્યા છે જ્યાં ભૂસ્ખલન થયું હતું. આ સ્થળે શેલ્ટર હાઉસ બનાવવામાં આવ્યા છે જ્યાં ચાના હગીચામાં કામ કરતા મજૂરો રહે છે. પ્રાપ્ત માહિતી અનુસાર, ભૂસ્ખલન તે સ્થળે થયું હતું જ્યાં કામદારોની રહી રહ્યા હતા. ત્યાં 80 થી વધુ લોકો રહેતા હતા, તેમાના મોટાભાગના લોકો તમિલનાડુના છે જે ચાના બગીચામાં કામ કરે છે.

સ્થાનિક લોકો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, આ ભૂસ્ખલનમાંથી ફક્ત ત્રણ જ લોકો બહાર નીકળવામાં સફળ થયા હતા, હજી પણ ઘણા લોકો કાટમાળ નીચે દબાયા હોવાની સંભાવના છે. NDRF ટીમને તે સ્થળે પહોંચવામાં ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે. જોકે એક ટીમ ત્યાં પહોંચી ગઈ છે. મુખ્યપ્રધાન પિનરાયી વિજ્યને ત્રિશૂરે NDRFની એક મોટી ટીમને ઇડુક્કી રવાના કરવા માટે નિર્દેશ આપવામાં આવ્યા છે. NDRF, ફાયર વિભાગની ટીમ અને સ્થાનિક પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી રહી છે.

રાજ્યના અધિકારીઓએ જણાવ્યું કે ગુરુવારે ભારે વરસાદને કારણે ઇડુક્કી જિલ્લામાં એક અસ્થાઇ પુલ ધરાશાયી થયો હતો.

ABOUT THE AUTHOR

...view details