139 કરોડ રૂપિયાના ઘાસચારા કૌભાંડ મામલે લાલુ પ્રસાદને આજ રોજ કોર્ટમાં રજૂ કરાશે. કોર્ટમાં રજૂ કરતાની સાથે આજે લાલુ પ્રસાદનું 313મું નિવેદન દાખલ થશે. હાલમાં ભૂતપૂર્વ મુખ્યપ્રધાન લાલુ પ્રસાદ યાદવ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે છે. આજ રોજ સમય અનુસાર, 10 કલાકે કોર્ટમાં રજૂ કરાશે. લાલુ પ્રસાદ યાદવને રજૂ કરાતા સમયે કોર્ટ સુધી ડોક્ટરની એક ટીમ પણ સાથે ખડે પગે રહેશે.
ઘાસચારા કૌભાંડ કેસઃ આજે લાલુ પ્રસાદ યાદવને કોર્ટમાં રજૂ કરાશે
રાંચી: ઘાસચારા કૌભાંડ મામલે લાલુ પ્રસાદ યાદવને આજરોજ કોર્ટમાં રજૂ કરાશે. જ્યાં લાલુ પ્રસાદનું 313મું નિવેદન દાખલ થશે. હાલમાં તો લાલુ પ્રસાદ યાદવ રિમ્સના પેઇંગ વોર્ડમાં એડમિટ છે, જ્યાં તેમનો ઇલાજ ચાલી રહ્યો છે.
ઘાસચારા કૌભાંડ મામલે આજે લાલુ પ્રસાદને કોર્ટમાં રજુ કરાશે
આ સમગ્ર કેસ મામલે આજ સુધી 108 આરોપીઓના નિવેદનો નોંધાઇ ચુક્યા છે. જેના પગલે ભૂતપૂર્વ મુખ્યપ્રધાનનું આ 313મું નિવેદન નોંધાશે. રવિવારના રોજ તત્કાલીન પશુપાલન પ્રધાન વિદ્યાસાગર નિષાદનું નિવેદન નોંધાયુ હતું.