- ચર્ચાસ્પદ ઘાસચારા કૌભાંડ કેસમાં જેલવાસ ભોગવી રહ્યા છે લાલુ પ્રસાદ
- બિહારના પૂર્વ મુખ્યપ્રધાન લાલુ પ્રસાદની જામીન અરજીની સુનવણી 27 નવેમ્બરે
- લાલુ પ્રસાદ યાદવ જેલમાં દિવાળી અને છઠ ઉજવશે
ઝારખંડ : ઘાસચારા કૌભાંડ કેસમાં જેલવાસ ભોગવી રહેલા બિહારના પૂર્વ મુખ્યપ્રધાન અને RJD સુપ્રિમો લાલુ પ્રસાદ યાદવની જામીન અરજીની સુનાવણી શુક્રવારના રોજ થઇ હતી. આ સુનાવણી દરમિયાન CBIના વકીલે અદાલત પાસે સમયની માગ કરી હતી. જે કારણે કોર્ટે CBIને સમય આપ્યો હતો. હવે આ કેસની સુનાવણી 27 નવેમ્બરના રોજ કરશે.
જે કારણે એ વાત ચોક્કસ છે કે, લાલુ પ્રસાદ યાદવ આગામી દિવાળી અને છઠ મહાપર્વ જેલમાં જ ઉજવવી પડશે. ઉલ્લેખનીય છે કે, છઠ પૂજન સમયે લોકો અને મીડિયાનું ધ્યાન લાલુ પરિવાર પર વિશેષ રહે છે. કારણે કે, રાબડી દેવી બિહારના મુખ્યપ્રધાન રહી ચુક્યા છે અને તેમને છઠનું વ્રત કરતા હતા. તેમજ લાલુ પ્રસાદ યાદવ સુર્યની પૂજા કરતા હતા.
ઝારખંડ હાઇકોર્ટના ન્યાયાધીશ અપરેશ કુમાર સિંહની ખંડપીઠે લાલુ પ્રસાદ યાદવની જામીન અરજીની સુનાવણી કરી હતી. આ સુનાવણી દરમિયાન લાલુ પ્રસાદ યાદવની જામીન અરજીનો જવાબ આપવા માટે CBIએ અદાલત પાસે સમય માગ્યો હતો. જે માગ સ્વીકારતા અદાલતા આગામી 27 નવેમ્બર સુધી સુનવણી મુલતવી રાખી છે.