ગુજરાત

gujarat

ETV Bharat / bharat

ભારતના બીજા વડાપ્રધાન શાસ્ત્રીજીની 115મી જન્મ જંયતી.... - indian prime minister

નવી દિલ્હી: 2 ઓક્ટોબરનું ભારતના ઈતિહાસમાં ખાસ મહત્વ છે. સ્વતંત્રતા દિવસ અને પ્રજાસત્તાક દિવસની જેમ 2 ઓક્ટોબરને પણ રાષ્ટ્રીય તહેવારનો દરજ્જો મળ્યો છે. આ દિવસે દેશમાં બે મહાન વ્યકિતઓનો જન્મ દિવસ છે. એક દેશના રાષ્ટ્રપતિ મહાત્મા ગાંધી અને બીજા ભારતના બીજા વડાપ્રધાન લાલબહાદુર શાસ્ત્રી. જેમણે જય જવાન જય કિસાનનું સુત્ર આપ્યું હતું.

shashtri

By

Published : Oct 2, 2019, 11:19 AM IST

લાલ બહાદુર શાસ્ત્રીએ ભારતની આઝાદી માટે મહત્વની ભૂમિકા ભજવી હતી. પૂર્વ વડાપ્રધાન લાલ બહાદુર શાસત્રીનો જન્મ 2 ઓક્ટોબર 1904માં થયો હતો. શાસ્ત્રીજીની સાંદગી અને વિનમ્રતાથી લોકો પ્રભાવિત થયા હતા. લાલ બહાદુર શાસ્ત્રી આઝાદ ભારતના બીજા વડાપ્રધાન બન્યા હતા.

શાસ્ત્રીનું જીવન દરેક યુવાનમાં સંધર્ષ કરવાની પ્રેરણા આપે છે. તેમનું જીવન સંદેશો આપે છે કે, જીવન ભલે તંગી વચ્ચે હોય પરંતુ સફળ અને સક્ષમ બનાવાથી કોઈ ન રોકી શકે. લાલ બહાદુર શાસ્ત્રીએ ઓછી સુવિધાઓની વચ્ચે પોતાનું શિક્ષણ પૂર્ણ કર્યું અને દેશને નવી દિશા દેખાડી. શાસ્ત્રીએ પોતાનું જીવન ગરીબોની સેવામાં સમર્પિત કર્યું હતું. લાલ બહાદુર શાસ્ત્રીનો જન્મ ઉત્તરપ્રદેશના મુગલસરાયમાં થયો હતો.

ભારતે 1965માં પાકિસ્તાન સામે યુદ્ધમાં વિજય મેળવ્યો હતો. તે સમયે ભારતના વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રી હતા. 11 જાન્યુઆરી 1966ના રોજ તાશંકદમાં રહસ્યમય રીતે તેમનું અવસાન થયું હતું.

વડાપ્રધાન મોદીએ શાસ્ત્રીજીને આપી શ્રદ્ધાંજલિ

વડાપ્રધાન મોદીએ દિલ્હીના વિજય ધાટ પર પહોંચીને પૂર્વ વડાપ્રધાન શાસ્ત્રીજીને શ્રદ્ધાંજલિ આપી હતી.

સૌજન્ય / વડાપ્રધાન મોદી ટ્વીટર

ABOUT THE AUTHOR

...view details