રાજસ્થાનઃ બૂંદીના નમાના પોલીસ સ્ટેશન વિસ્તારમાં પતિ-પત્ની વચ્ચેની ઝઘડામાં પત્નીએ ઝેર પીવાનો મામલો સામે આવ્યો છે. સૂચના મળતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી.
પતિના ત્રાસથી કંટાળીને પત્નીએ પીધું ઝેર - wife commit suicide in bundi
રાજસ્થાનના બૂંદીના નમાના પોલીસ સ્ટેશન વિસ્તારમાં પતિ-પત્ની વચ્ચેની ઝઘડામાં પત્નીએ ઝેર પીવાનો મામલો સામે આવ્યો છે. સૂચના મળતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી.
પતિના ત્રાસથી કંટાળીને પત્નીએ પીધું ઝેર
મૃતદેહને બૂંદી હોસ્પિટલમાં પોર્સ્ટ મોર્ટમ કરાવ્યા બાદ પરીવારજનોને સોંપવામાં આવ્યો હતો. છોકરીના પરિવારવાળાએ સાસરા પક્ષ પર પ્રતાડિત કરીને હત્યા કરવાનો આરોપ લગાવ્યો છે.
આરોપ પ્રમાણે પતિ પત્ની સાથે મારપીટ કરતો હતો. રોજના ત્રાસથી કંટાળીને પત્નીએ આત્મહત્યા કર્યું હોવાનું આરોપોમાં સામે આવ્યું છે. પોલીસે આગળની કાર્યવાહી હાથધરી છે. ત્યારબાદ છોકરીના પરીવારવાળા અને સાસરા પક્ષના સભ્યોમાં ઝઘડો થયો હોવાનું સામે આવ્યું છે.