નવી દિલ્હીઃ પૂર્વ કોંગેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ લદ્દાખમાં ચીની ઘુસણખોરી પર સરકારને કાર્યવાહી કરવા માગ કરી છે. તેમણે કહ્યું કે, દેશભક્તો ચીની ઘુસણખોરીને લઈ અવાજ ઉઠાવી રહ્યાં છે. સરકારે એમના અવાજને નજરઅંદાજ ન કરવો જોઈએ.
રાહુલ ગાંધીએ ટ્વિટર પર એક વીડિયો શેર કર્યો છે. જેમાં કેટલાક લદ્દાખી લોકો ચીની ઘુસણખોરી પર વાત કરી રહ્યાં છે. આ વીડિયોમાં ચીની ઘુસણખોરીઓ અને તેમની ગતિવિધિઓ સંબંધિત કેટલીક તસવીર પણ જોવા મળી રહી છે.