નવી દિલ્હી : ભારત-ચીન વચ્ચે થયેલા અથડામણ બાદ મનમોહન સિંહને ભાજપના અધ્યક્ષ જે.પી.નટ્ટાએ કોંગ્રેસના તમામ સવાલોના જોરદાર જવાબ આપ્યા હતા. તેમણે એક બાદ એક 7 ટ્વિટ કર્યા હતા.
તમને જણાવી દઈએ કે, પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહે લદ્દાખમાં ચીન સાથે ભારતની થયેલી અખડામણ બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવેદન વિશે કહ્યું હતું. તેમણે કહ્યું કે, મોદીએ તેમના નિવેદનમાં રાષ્ટ્રીય સુરક્ષાને ધ્યાનમાં રાખવી જોઇએ. જેથી પોતાના દ્વારા ઉપયોગમાં કરાયેલા શબ્દોની અસરને ધ્યાનમાં રાખીને શબ્દોનો ઉપયોગ કરવો જોઇએ.
નડ્ડાએ કહ્યું કે, આ એ જ કોંગ્રેસ છે જેણે હંમેશાં આપણા સશસ્ત્ર દળોનું મનોબળ તોડ્યું છે. ભારતના લોકો વડાપ્રધાન મોદી પર સંપૂર્ણ વિશ્વાસ રાખે છે. ખુબ જરૂરી છે કે કોંગ્રેસ આર્મીનું સન્માન કરે. મનમોહનના કાર્યકાળનો ઉલ્લેખ કરતા નડ્ડાએ કહ્યું કે, 2010થી 2013ની વચ્ચે તેમના કાર્યકાળ દરમિયાન ચીની સેનાએ 600થી વધુ વખતે અતિક્રમણ કર્યું હતું. શું ત્યારે તેમને દેશની ચિંતા હતી?.
નડ્ડાને મનમોહન સિંહ પર આરોપ લગાવ્યો કે, તેઓ વિવિધ મુદ્દાઓ પર પોતાની જાણકારી અને સમજ શેર કરે છે, પરંતુ જો તેઓ વડાપ્રધાનની જવાબદારી વિશે કંઈ ન બોલે તો જ સારું છે.
તેમણે મનમોહન સિંહ અને કોંગ્રેસને વારંવાર લશ્કરનું અપમાન ન કરવા વિનંતી કરી હતી. સર્જિકલ સ્ટ્રાઈક દરમિયાન પણ કોંગ્રેસે સેનાનું અપમાન કર્યું હતું. રાષ્ટ્રીય એકતાની મૂળ ભાવનાને સમજો તેવી અપીલ કરી હતી.